કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીની તારીખ જાહેર, 17 ઓક્ટોબરે થશે મતદાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ:કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે ગુરુવારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને તેની સાથે ઔપચારિક રીતે દેશના સૌથી જૂના રાજકીય પક્ષનું સર્વોચ્ચ પદ સંભાળનાર વ્યક્તિની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીની આગેવાની હેઠળ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ હવે જાહેરનામું બહાર પાડ્યા બાદ 24 થી 30 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવારોના કિસ્સામાં 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.

 

ADVERTISEMENT

Notification

 

ADVERTISEMENT

 

ADVERTISEMENT

વિવાદના ચકડોળે છે રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ
દેશમાં કોંગ્રેસ સતત તૂટી રહી છે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી ગાંધી પરિવારને દૂર રહેવા માટે સૂચનો મળ્યા છે. 1996 થી 1998 સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. ત્યાર બાદ આ પદ પર ગાંધી પરિવારનું વર્ચસ્વ છે. 1998થી 2017 સુધી સોનિયા ગાંધી સતત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. પરંતુ 2017 માં, સોનિયા ગાંધીએ તેમની ઉંમર અને પાર્ટીને યુવા નેતૃત્વની આવશ્યકતા દર્શાવીને આ પદ છોડ્યું હતું. સોનિયા ગાંધીનું પદ છોડ્યા બાદ રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

રાહુલ ગાંધી 2017 થી 2019 દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ હતા, પરંતુ 2019 ની લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ રાહુલે હારની જવાબદારી લીધી અને કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડ્યું. રાહુલ ગાંધીએ પદ છોડ્યા પછી, સોનિયા ગાંધીને 2019 માં ફરી એક વર્ષ માટે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT