2017માં નોટાનો રહ્યો હતો દબદબો, આ ચૂંટણીમાં નોટાનો ડર કોને ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે. આ દરમિયાન રાજકીય પક્ષો હવે લડી લેવાના મૂડમાં આવી ગયા છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ ચૂક્યા છે. આ દરમિયાન  રાજકીય પક્ષોની આંતરીક બેઠકોમાં નોટાના આંકડા કેમ ઓછા કરવા તે દરેક પક્ષ માટે સવાલ છે. ગઇ વિધાનસભાની ચૂંટણીમાં નોટાના મત ત્રીજા સ્‍થાને હતા. 1.84 ટકા મતદાતાઓએ નોટાની પસંદગી કરી હતી.

વર્ષ 2017માં નોટાનું પ્રદર્શન
વર્ષ 2017ની  વિધાનસભા ચૂંટણીના આંકડા  પર નજર કરવામાં આવે તો  ગુજરાત રાજ્યની કુલ 182 બેઠકમાંથી 115 પર નોટા  ત્રીજા સ્થાન પર હતુ. ગુજરાતના લગભગ ત્રણ કરોડ મતદારમાંથી લગભગ 5.51 લાખ અથવા 1.84 ટકા મતદારોએ નોટાને પસંદ કર્યો હતો. રાજ્યમાં નોટાનો ભાજપનો કુલ વોટ શેર   49.05 ટકા હતો. કોંગ્રેસનો કુલ વોટ શેર 41.44 ટકા હતો જ્યારે  પછી ત્રીજા નંબર પર  નોટાનો કુલ વોટ શેર 1.84 ટકા હતો. ગત ચૂંટણીમાં કુલ 794 અપક્ષ ઉમેદવારમાંથી માત્ર ત્રણ જ ચૂંટણી જીતી શક્યા હતા. આ એકમાત્ર ગ્રુપ હતુ જેને નોટા કરતા વધુ મત મેળવ્યા હતા.

નોટાના કારણે ચૂંટણી પરિણામ બદલે શકે
એ વાત નક્કી છે કે NOTA એ દરેક પાર્ટીની અકળામણ વધારેલી છે.ગુજરાતમાં પ્રથમ તબકકાના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે. નિર્ણયની ઘડી પણ નજીક આવી ગઈ છે. ચૂંટણીમાં જીત માટે રણનીતિઓ અને તૈયારીઓની સમીક્ષા માટે થઈ રહેલી રાજકીય પક્ષોની  આંતરિક બેઠકોમાં નોટા (NOTA) મતોને કઈ રીતે ઓછા કરવા એ ચર્ચાનો વિષય બનેલો છે. કારણ કે ગત ચૂંટણી એટલે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં લગભગ 115 બેઠકો પર નોટાના મત ત્રીજા સ્થાને હતા. નોટા પરિણામ બદલી શકે છે. એમ કહી શકીએ કે ગત ચૂંટણીમાં નોટા ત્રીજો પક્ષ બની રહી ગયો હતો અને તે પણ કોઈ પ્રચાર વગર. આ ચૂંટણીમાં નોટાનો ડર તમામ રાજકીય પક્ષોને છે. ગત ચૂંટણીમાં એવી 7 બેઠકો છે જય જીતનું માર્જિન 1000 કરતાં ઓછું છે. 

ADVERTISEMENT

2017માં આ બેઠકો પર 1000થી ઓછું માર્જિન
2017માં કુલ 7 બેઠક એવી હતી જ્યાં જીતનું માર્જિન 1000 મતોથી પણ ઓછું હતું. જેમાં સૌથી ઓછું માર્જિન 170 મતનું છે. વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચડાણ હતા અને કોંગ્રેસ માટે એક આશાનું કિરણ હતું. ત્યારે  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 7 બેઠકના પરીણામમાં નેતાઓના જીવ અદ્ધર ચડી ચૂક્યા હતા.

કપરાડા બેઠક
ગુજરાત વિધાનસભાની કપરાડા બેઠકનો વિયાધાનસભા ક્રમાંક 181 છે. જેમાં સૌથી ઓછી લીડ જીવ મળી હતી અને રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. આ બેઠક પરથી જીતુ ચૌધરી કોંગ્રેસ તરફથી મેદાને હતા અને તેમણે ભાજપના મધુભાઈ રાઉતને 170 મતથી હરાવ્યા હતા.

ADVERTISEMENT

ગોધરા બેઠક
ગુજરાત વિધાનસભાની કપરાડા બેઠકનો વિયાધાનસભા ક્રમાંક 126  છે.  આ બેઠક પર રસાકસી ભર્યો માહોલ જોવા  મળ્યો હતો. આ બેઠક પરથી સી કે રાઉતજી ભાજપ  તરફથી મેદાને હતા અને તેમણે કોંગ્રેસ રાજેન્દ્રસિંહ પરમારને 258 મતથી હરાવ્યા હતા. 

ADVERTISEMENT

ધોળકા બેઠક
ગુજરાત વિધાનસભાની ધોલકા  બેઠકનો વિયાધાનસભા ક્રમાંક 56  છે.  આ બેઠક પર રસાકસી ભર્યો માહોલ જોવા  મળ્યો હતો. આ બેઠક પરથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપ  તરફથી મેદાને હતા અને તેમણે કોંગ્રેસના અશ્વિન રાઠોડને 327  મતથી હરાવ્યા હતા.

માણસા બેઠક
ગુજરાત વિધાનસભાની માણસા  બેઠકનો વિયાધાનસભા ક્રમાંક 37  છે.  આ બેઠક પર રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. આ બેઠક પરથી સુરેશ પટેલ કોંગ્રેસ  તરફથી મેદાને હતા અને તેમણે ભાજપના અમીત ચૌધરીને 524  મતથી હરાવ્યા હતા. 

ડાંગ બેઠક
ગુજરાત વિધાનસભાની ડાંગ  બેઠકનો વિયાધાનસભા ક્રમાંક 173  છે.  આ બેઠક પર ઉમેદવારોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ બેઠક પરથી મંગળ ગાવીત કોંગ્રેસ  તરફથી મેદાને હતા અને તેમણે ભાજપના વિજય પટેલને 768  મતથી હરાવ્યા હતા. 

બોટાદ બેઠક
ગુજરાત વિધાનસભાની બોટાદ બેઠકનો વિયાધાનસભા ક્રમાંક 107  છે.  આ બેઠક પર ઉમેદવારોના જીવ તાળવે ચોંટી ગયા હતા.  આ બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા સૌરભ પટેલ ભાજપ  તરફથી મેદાને હતા અને તેમણે કોંગ્રેસ ડી એમ પટેલને 906  મતથી હરાવ્યા હતા. 

દીઓદર બેઠક 
ગુજરાત વિધાનસભાની દીઓદર બેઠકનો વિયાધાનસભા ક્રમાંક 14  છે.  આ બેઠક પર ઉમેદવારોના જીવ તાળવે ચોંટી ગયા હતા.  આ બેઠક પરથી શિવા ભૂરિયા કોંગ્રેસ  તરફથી   મેદાને હતા અને તેમણે ભાજપના કેશવજી ચૌહાણને  972  મતથી હરાવ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT