Exit Polls: ઉ.ગુજરાતમાં ‘પંજો’, ‘કમળ અને ઝાડું’ બંને પર ભારે, પહેલીવાર કોઈ સર્વેમાં કોંગ્રેસને મળી આટલી સીટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બર વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન યોજાઈ ગયું. મતદાન બાદ વિવિધ ન્યૂઝ ચેનલોનો એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. મોટાભાગના સર્વેમાં ગુજરાતમાં મોટી બહુમતીથી ફરી ભાજપની સરકાર બનતી હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતી ટીવી ચેનલ VTV દ્વારા પણ એક્ઝિટ પોલ કરવામાં આવ્યો હતો, જેમાં ઉત્તર ગુજરાતમાં હજુ પણ કોંગ્રેસનો ‘પંજો’ ‘કમળ’ અને ‘ઝાડું’ પર ભારે હોવાનું સામે આવી રહ્યું છે.

ઉત્તર ગુજરાતમાં ભાજપ અને AAPથી પણ વધુ સીટ કોંગ્રેસને
VTVના એક્ઝિટ પોલ મુજબ ઉત્તર ગુજરાતની 32 બેઠકોમાંથી કોંગ્રેસને 18 સીટ મળે તેવું અનુમાન છે, જ્યારે ભાજપને 13 અને આમ આદમી પાર્ટીને એકપણ બેઠક ન મળે તેવું અનુમાન છે અને અન્યના ફાળે 1 સીટ આવી શકે છે. જિલ્લા મુજબ, આગળ વિશ્લેષણ કરીએ તો અરવલ્લીમાં 3માંથી 2 કોંગ્રેસ અને 1 ભાજપને, સાબરકાંઠાની 4 સીટમાંથી 2 ભાજપ અને 2 કોંગ્રેસને, મહેસાણાની 7 સીટમાંથી 2 ભાજપ અને 4 કોંગેસ અને 1 અપક્ષને સીટ મળી શકે. પાટણની 4 સીટમાંથી 1 ભાજપ અને 3 કોંગ્રેસને, ગાંધીનગરની 5માંથી 4 ભાજપ અને 1 કોંગ્રેસને અને બનાસકાંઠાની 9 સીટમાંથી 3 ભાજપ અને 6 કોંગ્રેસને મળે તેવું અનુમાન છે.

32 સીટો પર સરેરાશ 62 ટકા મતદાન
નોંધનીય છે કે, ઉત્તર ગુજરાતની 32 સીટો પર ગઈકાલે મતદાન યોજાયું હતું, તેમાં સરેરાશ 62 ટકા જેટલું મતદાન થયું હતું. જેમાં બનાસકાંઠામાં 65.65 ટકા, પાટણમાં 57 ટકા, મહેસાણામાં 61 ટકા, સાબરકાંઠામાં 65 ટકા, અરવલ્લીમાં 63 ટકા અને ગાંધીનગરમાં 59 ટકા મતદાન થયું છે. VTVના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કરતી AAPનું ઉત્તર ગુજરાતમાં તો ખાતું ખૂલતું પણ નથી દેખાતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT