પાકિસ્તાન સાથે કોઇ વાતચીત નહી, શાહના કાફલાએ અચાનક રસ્તો બદલ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

શ્રીનગર : જમ્મુ કાશ્મીર પહોચેલા ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. શાહે કહ્યું કે, હવે ભારત પાકિસ્તાન સાથેકોઇ પણ વાત નહી કરે. બારામુલ્લામાં શાહે કહ્યું કે, અહીં 70 વર્ષ સુધી શાસન કરનારા લોકોને હવે પાકિસ્તાન પ્રત્યે પ્રેમ ઉભરાઇ રહ્યો છે. પરંતુ હવે પાકિસ્તાન સાથે કોઇ વાત નહી થાય. અમે બારામુલ્લાના લોકો સાથે વાત કરીશું. અમે કાશ્મીરના લોકો સાથે વાત કરીશું. કાશ્મીરના લોકો સાથે વાત કરીશું. નરેન્દ્ર મોદી સરકાર આતંકવાદને જરા પણ સહન કરવાના મુડમાં નથી. પોતાની સભા પહેલા તેમણે જણાવ્યું કે, બુલેટપ્રુફ કાચ પણ હટાવ્યા હતા.

સભા બાદ કેન્દ્રીય મંત્રીનો કાફલો અચાનક રૂટ બદલીને અલગ સ્થળે નિકળ્યો
સભા બાદ કેન્દ્રીય ગૃહમંત્રીનો કાફલો શહીદ શેખ મુદ્દસીરના ઘરે જવા નિકળ્યો હતો જો કે અચાનક જ કાફલો નિર્ધારિત રૂટના બદલે દુર્ગમ રસ્તેથી ઉરી પહોંચ્યો હતો. અમિત શાહે બારામુલ્લામાં અઝાન સમયે ભાષણ અટકાવ્યું હતું. પુછ્યું કે અઝાન પુરી થઇ તો હું બોલવાનું શરૂ કરૂં. તેમણે કહ્યું કે, ગુપકર મોડલમાં યુવાનો માટે પથ્થર, બંધ કોલેજ અને બંધુક છે. મોદી મોડલમાં યુવાનો માટે ઉજ્વળ ભવિષ્ય અને IIM,IIT,AIIMS,NEET છે.

70 વર્ષથી રાજ કર્યું તે લોકો હજી પણ પાકિસ્તાનની પીપુડી વગાડી રહ્યા છે
અમિત શાહે કહ્યું કે, જેમણે 70 વર્ષે રાજ કર્યું તો લોક પાકિસ્તાન સાથે વાત કરવાની સલાહ આપે છે. હું પાકિસ્તાન સાથે વાત કરવા નથી માંગતો. હું કાશ્મીરના યુવાનો સાથે વાત કરીશ અને ટેરેરિસ્ટ હોટસ્પોટ બનેલા રાજ્યના યુવાનોને સાચા રસ્તે લઇ જવાની જરૂર છે. 6 લાખ પ્રવાસીઓ અહીં આવતા હતા. ઓક્ટોબર સુધી 22 લાખ પ્રવાસીઓ આવ્યા છે. જેનાથી અનેક યુવાનોને રોજગારી પ્રાપ્ત થઇ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT