‘સારું કામ કરીએ તો કોઈ જોતું નથી, મને ગાયે શિંગડું માર્યું ત્યારે આખી દુનિયાએ જોયું’
કામિની આચાર્ય/મહેસાણા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે. ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પૂર્વ નાયબ…
ADVERTISEMENT
કામિની આચાર્ય/મહેસાણા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે. ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પણ નામ છે. ત્યારે નીતિન પટેલ પણ ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે. ગઈકાલે જ તેઓ કડીમાં ભાજપના કાર્યાલયનું લોકાર્પણ કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ‘જીવું ત્યાં સુધી ભાજપમાં રહીશ’ તેવું નિવેદન આપ્યું હતું.
ટિકિટ કપાયા બાદ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં પહોંચ્યા નીતિન પટેલ
વિધાનસભાની બેઠકમાં ઉમેદવાર તરીકે કપાયા બાદ સૌપ્રથમ કડીના કમળ સર્કલ પાસે વિધાનસભા બેઠકના મુખ્ય કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, મહેસાણા અને કડી મારો જમણો અને ડાબો હાથ છે હું જીવું છું ત્યાં સુધી ભાજપમાં જ રહીશ અને ભાજપમાં જ કામ કરતો રહીશ.નીતિન પટેલે પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે, લઘુ મંત્રી હતો એટલે વધારે સમય આપી શકતો નહોતો પરંતુ હવે તો મારા જોડે ઘણો સમય છે કડી, મહેસાણા જ નહીં પરંતુ ગુજરાતના ખેડૂતો તેમજ જરૂરિયાત મંદોને જ્યારે પણ જરૂર પડે ત્યારે હું તેમને મદદ કરવા તૈયાર છું.
‘ગાયે શિંગડું માર્યું છતાં મેં તિરંગો ન પડવા દીધો’
તેમને સભા સંબોધતા કહ્યું હતું કે, સારું કામ કરીએ તો કોઈ જોતું નથી પરંતુ મને જ્યારે ગાયે શિંગડું માર્યું ત્યારે આખી દુનિયાએ જોયું. આ ઘટનામાં મને પગમાં ફેક્ચર થઈ ગયું હતું. પરંતુ એક વસ્તુ તેમાં જોવા મળી કે તે સમયે મારા હાથમાં રહેલો તિરંગો પણ મેં પડવા દીધો ન હતો અને ભગવાને પણ મને પડવા ના દીધો. હું જનસંઘ સમયથી કામ કરતો આવ્યો છું. અમે લડીને માર ખાધો છે અને માર માર્યો પણ છે. મારા ઉપર અનેક પોલીસ કેસો થયા છે અને અમે બીજા ઉપર પોલીસ કેસો કર્યા પણ છે. અમે તે સમયે કોંગ્રેસની સરકાર સામે લડતા હતા અને આંદોલનો કરતા હતા એટલે અમારા ઉપર કેસ થતા હતા અને લોકો અમને દબંગ તરીકે ઓળખતા હતા.
ADVERTISEMENT
1974માં પથ્થરમારો કરવાનો અને પોસ્ટ ઓફિસ સળગાવવાનો કેસ થયો હતો
તેમણે વધુમાં ઉમેર્યું કે, 1974 માં નવનિર્માણ આંદોલન સમયે મારી વિરુદ્ધ પથ્થર મારો કરવાનો, પોસ્ટ ઓફિસ સળગાવવાનો કેસ થયો હતો. હું હોઉં કે ના હોઉ પણ પોલીસવાળાના ચોપડે નીતિનભાઈ તો લખાઈ જ જાય. આ બધા કેસો અમે સેશન્સ કોર્ટમાં લડી લડીને નિર્દોષ છુટ્યા હતા.
ADVERTISEMENT