‘મોરબી પુલ દુર્ઘટના માટે પુરેપુરી જવાબદારી સરકારની’, નીતિન પટેલનું મોટું નિવેદન
મોરબી: મોરબીમાં રવિવારે ઝુલતો બ્રિજ તૂટી પડતા 134 લોકોના સત્તાવાર રીતે મોત થયા છે. જ્યારે હજુ પણ કેટલાય લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર…
ADVERTISEMENT
મોરબી: મોરબીમાં રવિવારે ઝુલતો બ્રિજ તૂટી પડતા 134 લોકોના સત્તાવાર રીતે મોત થયા છે. જ્યારે હજુ પણ કેટલાય લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર મામલે તપાસ માટે સરકારે SIT બનાવી છે. જે બ્રિજ તૂટવા પાછળના કારણોની તપાસ કરી રહી છે. ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઘટના પર એક મોટું નિવેદન આપ્યું છે.
નીતિન પટેલે શું કહ્યું?
એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ માટે પુરેપુરી જવાબદારી સરકારની છે. પુલ જેના હેઠળ આવે છે તે મોરબી નગરપાલિકા અને મોરબીનું જિલ્લા વહીવટી તંત્ર સરકાર હેઠળ આવે છે તેથી જવાબદારીમાંથી છટકી શકાય નહીં. તેમણે વધુમાં કહ્યું કે, મને જાણકારી મળી છે કે ઈન્સપેક્શન કે મજબૂતીનો સર્વે કરાવ્યા વિના, NOC વિના પુલને શરૂ કરી દીધો.
સરકારને જવાબદાર ગણાવ્યા બાદ ફેરવી તોડ્યું
જોકે બાદમાં તેમણે ફેરવી તોડ્યું હતું. ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, બ્રિજનું રીનોવેશન અને ઓપનિંગ મોરબી એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવ્યું હતું, તેમાં સરકારનો સીધો કે આડકતરો કોઈ રોલ નથી. જૂનો બ્રિજ નાનો હતો અને અંગત ઉપયોગ માટે બનાવાયો હતો, પરંતુ ટુરિઝમ મુવમેન્ટ માટે તેને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
Orevaના માલિક સામે કોઈ ફરિયાદ નહીં?
નોંધનીય છે કે, મોરબીની દુર્ઘટના અંગે IG અશોક યાદવ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, આ સમગ્ર મામલે જેમ જેમ તપાસ આગળ વધશે અને નામ સામે આવશે તેમ તેમ તે લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે કોની સામે ગુનો નોંધ્યો?
મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મોરબીના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પ્રકાશ દેકાવાડીયાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં સરકાર તરફથી ફરિયાદી બની તેમણે મોરબીના ઝુલતા બ્રિજનું મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યક્તિઓ અને એજન્સીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. FIRમાં આક્ષેપ કરાયો છે કે, બ્રીજનું યોગ્ય રીતે સમારકામ/મેન્ટેનન્સ તથા ક્વોલિટી ચેક કર્યા વિના, યોગ્ય મેનેજમેન્ટ ન કરીને ગંભીર અને નિષ્કાળજી ભરેલા કૃત્યથી ઝુલતા પુર ફરવા આવેલા સામાન્ય નાગરિકોનું મોત નિપજવા તથા શારીરિક ઈજા પહોંચવાની જાણ હોવા છતાં બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો.
ADVERTISEMENT
આ કલમ હેઠળ ગુનો નોંધાયો
સમગ્ર મામલે ઝુલતા પુરનું સમારકામ, મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ અને એજન્સી વિરુદ્ધ ઈન્ડિયન પિનલ કોડની કલમ 304, 308 તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે હવે જોવાનું રહેશે કે સમગ્ર મામલે બ્રિજનું સંચાલન કરતા ઓરેવા ગ્રુપ સામે કેવા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT