નીતિન પટેલે કહ્યું- ક્યારેક તો નિવૃત્ત થવાનું જ હોય છે, ભાજપને પાટીદારોના સમર્થન વિશે જણાવ્યું કે…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે દિગ્ગજ નેતાઓ પણ મતદાન ટકાવારી વધારવા માટે જનતાને અપિલ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના પૂર્વ ડેપ્યૂટી મુખ્યમંત્રી નીતિન પટેલે ખાસ વાતચીતમાં જણાવ્યું કે કોઈપણ હોય એને ક્યારેક તો નિવૃત્ત થવાનું જ હોય છે. આની સાથે તેમણે પાટીદારોના ભાજપને સમર્થનથી લઈ બેઠકો જીતવા મુદ્દે જણાવ્યું હતું. તેમના નિવેદન પર વિગતવાર નજર કરીએ…

ક્યારેક તો નિવૃત્ત થવું પડે- નીતિન પટેલ
નીતિન પટેલે કહ્યું કે કોઈ પણ હોય તેને એક સમયે તો નિવૃત્ત થવાનું જ છે. હું લગભગ 30 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યો છું. ગુજરાતમાં લાબા સમય સુધી કેબિનેટમાં મોટાભાગના મુખ્યમંત્રીઓ સાથે મે કામ કર્યું છે. હું ડેપ્યુટી સીએમ પણ બની ચૂક્યો છું. હું સંગઠનની પણ ઘણી શાખાઓ સાથે જોડાયેલો છું અને ભાજપ સાથે સતત કાર્યરત રહ્યો છું અને રહીશ.

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસી વિશે કહ્યું..
નીતિન પટેલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ગત ચૂંટણી જેવી રસાકસી મુદ્દે કહ્યું કે ના આ સમયે એવું કઈ જ નહીં થાય. ગત ચૂંટણીમાં જેવી રીતે પાટીદાર અનામત આંદોલન થયું હતું. એના કારણે ઘણા વિસ્તારોમાં અમારા ભાજપની બેઠકો ઘટી હતી. પરંતુ અત્યારે એવી સ્થિતિ નથી. બધા અમારી પાર્ટીના સમર્થનમાં છે અને જોડાઈ ગયા છે. આ વખતે ગુજરાતમાં ભાજપ રેકોર્ડ બ્રેક બેઠકો સાથે જીત મેળવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT