જંત્રીના દરને લઈ નીતિન પટેલે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, જાણો શું કહ્યું
અમદાવાદ: રાજ્યમાં આજથી નવો જંત્રી દર અમલમાં આવ્યો છે. ત્યારે આ દર ને લઈ બિલ્ડરોમાં ભારે નારાજગી જોવા મળી છે. સાથે સાથે આજે આ મામલે …
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં આજથી નવો જંત્રી દર અમલમાં આવ્યો છે. ત્યારે આ દર ને લઈ બિલ્ડરોમાં ભારે નારાજગી જોવા મળી છે. સાથે સાથે આજે આ મામલે મુખ્યમણત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠકનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે આ મામલે હવે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે અને જુદા જુદા રાજ્યોમાં દર બે ત્રણ વર્ષે જંત્રીના દરમાં નિયમિત વધારો થતો હોય છે. જંત્રીમાં વધારો એ વ્યાજબી છે.
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જંત્રી બાબતે કહ્યું કે, જંત્રીની આવક એ ગુજરાત સરકારને થતી કુલ આવકના પ્રમાણમાં ખૂબ જ મર્યાદિત છે. ગયા વર્ષે જંત્રી અને એના રજિસ્ટ્રેશનમાંથી લગભગ 10,500 કરોડ રૂપિયાની આવક થઈ હતી. ગુજરાત સરકારનું બજેટ સવા લાખ કરોડનું છે. જીએસટી અને વેટ સહિત અન્ય વેરાની આવકની સરખામણીમાં જંત્રીની આવક 10,500 કરોડ ગયા વર્ષે હતી, જે કુલ આવકના પ્રમાણમાં ખૂબ ઓછી હતી. જંત્રીનાં દર વધારવાથી સરકારની આવકમાં મોટો વધારો થશે એવું કાંઈ નથી. કોરોનાકાળ વખતે સરકારની આવક બિલકુલ બંધ થઈ હતી સામે ખર્ચ પણ સતત ચાલુ રહ્યા હતા.
વધારો એ વ્યાજબી છે
ગુજરાત સરકારે ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે જંત્રીના દરમાં 11 વર્ષથી વધારો કર્યો ન હતો. મધ્યમ અને ગરીબ વર્ગને પોતાનું ઘર મળી રહે તે હેતુથી સરકારે જંત્રીમાં કોઈ વધારો કર્યો ન હતો. તેથી સમય મર્યાદાના અનુસંધાનમાં કરાયેલો જંત્રીમાં વધારો એ વ્યાજબી છે.
ADVERTISEMENT
કોંગ્રેસ પર આકરા પ્રહાર
નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, ગઈકાલે કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે કે રૂપિયા 40,000 કરોડ ગુજરાતની જનતા પાસેથી સરકાર જંત્રી બમણી કરી ખંખેરી લેશે. કોંગ્રેસના આ આક્ષેપો પાયાવિહોણા છે. કોંગ્રેસ હજુ પણ ગુજરાતની જનતાએ ભણાવેલા પાઠમાંથી બહાર નથી આવ્યું. જો ગયા વર્ષે 10,500 કરોડની આવક સરકારને થઈ હોય અને હવે જંત્રીમાં ડબલ વધારો કરવામાં આવે તો સરકારની આવક 22 થી 24 હજાર કરોડ જેટલી થશે. કોંગ્રેસ આક્ષેપ કરે છે કે 40,000 કરોડનો બોજો લોકો ઉપર સરકારે નાખ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતની ચૂંટણીમાં બંગાળીઓ પરના નિવેદન મામલે પરેશ રાવલને રાહત, HCએ કેસ ફગાવ્યો
ADVERTISEMENT
કોંગ્રેસ ગેરમાર્ગે દોરવાનું બંધ કરે
કોંગ્રેસે પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરીને વાસ્તવિક જમીન પર ઉતરવાની જરૂર છે. રાજ્ય સરકાર બજેટ સત્ર પછી નવા નિયમોની અમલવારી કરે તેવું પણ બને. અગાઉ જે સોદા, વ્યવહાર થયા છે એ મુજબ ગ્રાહક અને વેચનાર વચ્ચે કોઈ વિવાદ ન થાય એ માટે સરકાર યોગ્ય નિર્ણય લેશે એવું મારું માનવું છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT