ભાગેડુ નિરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ, બ્રિટન HCએ ફગાવી પ્રત્યાર્પણ સ્ટેની અપીલ
નવી દિલ્હીઃ ભાગેડુ નીરવ મોદીને જલ્દી જ ભારત લાવવામાં આવી શકે છે. બ્રિટનની હાઈકોર્ટ દ્વારા જાણે આ રસ્તા પર લીલી ઝંડી આપવામાં આવી હોય તેમ…
ADVERTISEMENT
નવી દિલ્હીઃ ભાગેડુ નીરવ મોદીને જલ્દી જ ભારત લાવવામાં આવી શકે છે. બ્રિટનની હાઈકોર્ટ દ્વારા જાણે આ રસ્તા પર લીલી ઝંડી આપવામાં આવી હોય તેમ છે. હાઈકોર્ટની તરફથી તે અરજીને ખારીજ કરી દીધી છે જેમાં પ્રત્યાર્પણને સ્ટે કરવાની અરજ કરવામાં આવી હતી. કોર્ટનું કહેવું છે કે નીરવનું પ્રત્યાર્પણ કોઈ પણ રીતે અન્યાયપૂર્ણ કે દમનકારી નહીં થાય.
નીરવના કોર્ટ સામે હથકંડા ન ચાલ્યા
હવે આપને જણાવી દઈએ કે, ભારત લાંબા સમયથી નીરવ મોદીનું પ્રત્યાર્પણ થાય તેવું ઈચ્છી રહ્યું છે, પરંતુ બ્રિટનમાં શરણ લઈને બેઠેલો નીરવ મોદી તે એક્શનથી બચવા માટે સતત વિવિધ તર્ક આપી રહ્યો છે. બ્રિટન હાઈકોર્ટમાં નીરવના વકીલ કહી રહ્યા છે કે તે ડિપ્રેશનનો શિકાર છે અને ભારતની જેલમાં જેવી સ્થિતિ છે, ત્યાં તેઓ આત્મહત્યા પણ કરી શકે છે. આ જ તર્કના આધાર પર પ્રત્યાર્પણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ બ્રિટનની હાઈકોર્ટે પુરી સુનાવણી પછી નીરવ મોદીની તે અરજીને ફગાવી કરી દીધી છે.
‘ભારતની જેલમાં નીરવને તકલીફ પડશે નહીં’
સુનાવણી દરમિયાન જજીસએ ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા તે આશ્વાસનોનો પણ ઉલ્લેખ કર્યો હતો કે જેમાં કહેવાયું હતું કે નીરવ મોદીને જેલમાં કોઈ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડશે નહીં. તેનું psychiatric diagnosis પણ કરવામાં આવશે. ત્યારે ભારત સરકારની તરફથી રજુ થયેલા Helen Malcolm એ પણ કહ્યું હતું કે ઘણો સંવેદનશીલ અને હાઈ પ્રોફાઈલ મામલો છે, એવામાં નીરવ મોદીનું પુરું ધ્યાન રાખવામાં આવશે.
ADVERTISEMENT
કોર્ટે જાણો શું કહ્યું
આ પહેલા પણ જ્યારે આ મામલામાં સુનાવણી થઈ હતી, ત્યારે જસ્ટિસ રોબર્ટ જે એ આ વાત પર જોર આપ્યું હતું કે ભારત માટે બ્રિટનના સાથે સારા સંબંધ છે અને તેમને 1992 વાળી India-UK Extradition Treaty નું સમ્માન કરવું જરૂરી છે. કોર્ટે એવો પણ તર્ક આપ્યો છે કે આત્મહત્યાનો ભય બતાવવો એ પ્રત્યાર્પણની સામે આધાર ન બની શકે.
નીરવની ટીમે નથી આપી પ્રતિક્રિયા
અત્યાર સુધી નીરવ મોદીની ટીમે હાઈકોર્ટના આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ જઈ શકાય છે. 14 દિવસના અંદર નીરવ મોદીને ત્યાંની સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવો પડશે. પરંતુ સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલાની સુનાવણી ત્યારે થશે જ્યારે હાઈકોર્ટની તરફથી એવું કહેવામાં આવ્યું હોય કે અરજી જનહિત વાળી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT