સિહોરના વરલ ગામે કાકા પર થયેલ હુમલામાં વચ્ચે પડેલી ભત્રીજીની હત્યા, ગામમાં પોલીસ દ્વારા કિલ્લેબંધી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહેલ, ભાવનગર: રાજ્યમાં છાસવારે હત્યાની ઘટના સામે આવી રહી છે. ત્યારે ભાવનગરમાં નજીવી બાબતે 16 વર્ષની સગીરની હત્યાની ઘટના સામે આવી છે.

ભાવનગર જિલ્લા સિહોર તાલુકાના વરલ ગામે ટાવરની સાઈટ ઉપર ટ્રેકટર લેવા જવાની બાબતે પૂર્વ સરપંચને બોલાચાલી અને તકરાર થતા એક શખ્સ ઉશ્કેરાઈ ખુલ્લી છરી સાથે હુમલો કરતાં 16 વર્ષની સગીરનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે.

ભાવનગર જિલ્લા સિહોર તાલુકાના વરલ ગામે ટાવરની સાઈટ ઉપર ટ્રેકટર લેવા જવાની બાબતે પૂર્વ સરપંચને બોલાચાલી અને તકરાર થતા એક શખ્સ ઉશ્કેરાઈ ખુલ્લી છરી સાથે સાથે મારવા માટે જતા કાકાને બચાવવા ભત્રીજી વચ્ચે પડતા શખ્સ તેને છરી હુલાવી દીધી હતી. રક્ત રંજીત ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતા. અને ઘટનાની જાણ થતા ની સાથે જ એસ.પી, એસ.ઓ.જી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ADVERTISEMENT

કાકાને બચાવવા જતાં મળ્યું મોત
સિહોર તાલુકાના વરલ ગામે ટાવરનું કામ ચાલુ હોય ત્યા ગુરૂવારે રાત્રીના વરલ ગામે રહેતો આરીફ અલારખભાઈ પાયક ટ્રેકટર લેવા માટે ગયો હતો. જ્યાં વરલ ગામના પુર્વ સરપંચ લશ્કરભાઈ માધાભાઈ બારૈયા સાથે આરીફને બોલાચાલી થઈ હતી. આદરમિયાન ઉગ્ર બોલાચાલીને લઈ આરીફ આવેશમાં આવી તેની પાસે રહેલી છરી લશ્કરભાઈને મારવા માટે દોડયો હતો. તે વેળાએ હાજર લશ્કરભાઈના ભાઈ જગદીશભાઈ બારૈયાની દીકરી રાધિકા પોતાના કાકાને બચાવવા દોડીને વચ્ચે પડતા આરીફે રાધિકાબેનને છરીનો જીવલેણ ઘા ઝીંકી દેતા તેમનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.

જુથ અથડામણ મામલે કરી કિલ્લેબંધી
ભાવનગર જિલ્લના સિહોર તાલુકના વરલ ગામે મોબાઈલ ટાવરના કાટમાળ ખસેડવાની બાબતે થયેલી બોલાચાલીમાં એક સગીરાની હત્યાના બનાવે ચકચાર મચાવી છે અને બે કોમ વચ્ચે થયેલા ઝઘડાંના કારણે ગામની અશાંતિ જોખમી તે પહેલા જ પોલીસે ગણતત્રી ની કલાકોમાં 6 આરોપીને ઝડપી લઇને તમામને લોકઅપનાં હવાલે કર દીધા છે અને પોલીસે આ બનાવને ખોટી રીતે મોટું સ્વરૂપ ધારણનાં કરે તે માટે વારલ ગામને પોલીસનાં બંદોબસ્ત થી કિલ્લેબંધી કરી છે.

ADVERTISEMENT

પોલીસે પણ જડબેસલાક બન્દોબસ્ત ગોઠવ્યો
નાના એવું વરલ ગામમાં આ બનાવે ભારે ચકચાર જગાવી હતી અને ભયનો માહોલ ઉભો કર્યો હતો. જો કે પોલીસે કાફલો સમયસર દોડી ગયા હતા અને આ ઝઘડો મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ અલગ અલગ ટીમો બનાવીને આરોપીને હસ્તગત કરી લીધા હતા. આ કેસમાં સંડોવણી આરોપી પાસે થી પોલીસે ધોકા, લાકડીઓ સહિતના શાસ્ત્રો કબ્જે લીધા હતા. આજે આ બનાવનાં પગલે જયારે સગીરાની સ્મશાન યાત્રા નીકળી ત્યારે સમગ્ર ગામ સજ્જડ બંધ રહ્યું હતું. પોલીસે પણ જડબેસલાક બન્દોબસ્ત ગોઠવી સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. પોલીસે હાલ તો આ કેસમાં યુવતીની હત્યાને લઈને વધુ તપાસ હાથ ધરી છે અને ૬ શખ્સોને લોક અપ નાં હવા ખાતા કરી દીધા છે

ADVERTISEMENT

આરોપી પણ ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
બનાવની જાણ થતા પી.આઈ સહીતનો પોલીસ કાફલો વરલ દોડી ગયો હતો. અને મૃતક રાધિકાબેનનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ અર્થે સિહોર સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે બનાવ વેળાએ આરીફ પાયકને પણ ઈજા પહોંચતા તેને ઈજાગ્રસ્ત હાલતે ભાવનગર સરકારી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. સિહોર પોલીસે બનાવને લઈ મોડી રાત્રીના હત્યાની કલમ તળે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

ગણતરીના કલાકોમાં જ આરોપીઓ ઝડપાયા
હત્યાની ઘટનાને લઈ પોલીસ તંત્ર દોડતું થયું છે. પોલીસ તપાસ દરમિયાન તમામ આરોપીઓ વરલ ગામના સ્થાનિક હોવાનું સામે આવ્યું છે. આમ, ભાવનગર પોલીસ દ્વારા ઘટના જગ્યાએ પહોંચી ગણતરીની કલાકોમાં આરોપીઓ ઝડપી પાડવા ખુબ જ મહત્વની સફળતા મળેલ.

સગા ભાઈને પુત્રી આપી હતી દતક
અત્રે ઉલેખનીય બાબત છે કે મૃતક બાળાને પિતાએ પોતાના સગા ભાઈને પોતાની પુત્રી દત્તક આપી હતી. જિલ્લાનાં સિહોર તાલુકાના વરલ ગામે રહેતા લશ્કર ભાઈ બારૈયાનાં નાનાભાઈ જગદીશભાઈ બારૈયાને પુત્ર કે પુત્રી ન હોય તેને લઈને લશ્કરભાઈની પુત્રી રાધિકાને પોતાના જ નાના ભાઈ જગદીશભાઈને દત્તક આપી હતી.

આ પણ વાંચો: ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરતના ટ્રાફિક DCP ને લખ્યો પત્ર, 7 દિવસમાં માંગ્યો જવાબ

6 આરોપીઓ ઝડપાયા
આરીફ અલ્લારખભાઈ પાયક
અશરફ ઉર્ફે સુસો જુસબભાઈ પાયક
અરમાન હારૂનભાઈ પાયક
ઈરફાન બાબુભાઈ પાયક
અમીન અહમદભાઈ પાયક
આદિલ યુનુસભાઈ પાયક

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT