જૂનાગઢના રાજબાપુ ભારતી આપઘાત કેસમાં હવે NIAની એન્ટ્રી, હવે આ એંગલથી પણ થશે તપાસ
જૂનાગઢ: શહેરના ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલીયા દાદાના મંદિરના મહંત રાજ ભારતી બાપુએ ગઈકાલે આપઘાત કરી લીધો. પોતાની જ…
ADVERTISEMENT
જૂનાગઢ: શહેરના ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલીયા દાદાના મંદિરના મહંત રાજ ભારતી બાપુએ ગઈકાલે આપઘાત કરી લીધો. પોતાની જ પિસ્તોલથી લમણે ગોળી મારીને રાજ ભારતી બાપુએ મોતને વ્હાલું કરી લીધું. તેમની મહિલા સાથેની ઓડીયો ક્લીપ વાયરલ થઈ હતી. જેને પગલે બદનામી થવાની બીકે મહંત આઘાતમાં હતા. ત્યારે તેમના આપઘાત બાદ એવી પણ બાબત સામે આવી હતી કે રાજભારતી બાપુ પોતે મુસ્લિમ હતા. ત્યારે આ કેસમાં હવે NIA (નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી)ની એન્ટ્રી થઈ છે.
શંકાસ્પદ બાબત લાગતા NIA એક્શનમાં
રાજભારતી બાપુના આપઘાત કેસમાં ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રાજભારતી મુસ્લિમ હોવાની વાત સામે આવતા જ કંઈક શંકાસ્પદ લાગતા હવે NIAએ હવે રિપોર્ટ માગ્યો છે. આ પહેલા મહંત જ્યોતિર્નાથે રાજભારતી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે, રાજભારતી બાપુ પોતે મુસ્લિમ હોવાનો દાવો કર્યો હતો. તેનું સાચુ નામ હુજેફા હતું ત્યાર બાદ તેઓ હિંદુ ધર્મ અપનાવીને સાધુ બન્યા બાદ લોકોને ગુમરાહ કરતા હતા. હિન્દુ ધર્મની લાગણીઓને નુકસાન પહોંચાડ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો: આત્મહત્યા કરનાર મહંત રાજભારતી બાપુ હતા મુસ્લિમ, અનેક મહિલાઓને બનાવી હતી શિકાર?
રાજભારતી બાપુએ શોષણ સિવાય કોઇ સમાજલક્ષી કામ કર્યું નથી
જ્યોતિર્નાથે આક્ષેપ લગાવ્યો કે, રાજભારતી બાપુએ કોઇ સમાજલક્ષી કામ કર્યું નથી. રામબાપુએ જે શાળાઓ અને બે હોસ્ટેલ બનાવી હતી તે પણ વેચી નાખી હતી. રાજબાપુએ પોતાના સ્વાર્થ માટે વર્ષોથી ચાલતી આવતી સંતપરંપરાને નુકસાન પહોંચાડ્યું છે. તેઓના અનેક મહિલાઓ સાથે આડા સંબંધો હતા અને અનેક મહિલાઓના જીવન બરબાદ કરી ચુક્યા હોવાના ગંભીર આક્ષેપો જ્યોતિર્નાથ બાપુએ કરતા હવે આ સમગ્ર મામલો વિવાદિત બન્યો છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT