નવા વર્ષે CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના પંચદેવ મંદિરે કર્યા દર્શન, પ્રાર્થના કરતા કહ્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાતમાં એકબાજુ વિધાનસભા ચૂંટણી નજીક આવી ગઈ છે. ત્યારે અત્યારે દિવાળીનો તહેવાર પણ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. તેવામાં આજે વિક્રમ સંવત 2079ના શુભાંરભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિર ખાતે ભગવાનના દર્શન કર્યા છે. તેઓ વહેલી સવારે જ આ મંદિર ખાતે પહોંચ્યા હતા અને ભગવાન સામે હિન્દુ નવવર્ષે પ્રાર્થના કરી હતી. તમને જણાવી દઈએ કે અત્યારે ભાજપ પણ ચૂંટણી પ્રચારને લઈને સુપર એક્ટિવ છે, ત્યારે બીજી બાજુ ભૂપેન્દ્ર પટેલ દરેક નાગરિકની સુખાકારી માટે મંદિરે પ્રાર્થના કરવા પહોંચ્યા છે.

મુખ્યમંત્રીએ રાજ્યની સુખ સમૃદ્ધિ મુદ્દે કરી પ્રાર્થના
સંવત 2079ની શરૂઆત ગુજરાતમાં સુખાકારીરૂપ રહે એના માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના પંચદેવ મંદિરે આવ્યા હતા. અહીં વહેલી સવારે તેમણે ભગવાનના દર્શન કર્યા અને આરતી ઉતારી હતી. એટલું જ નહીં આની સાથે તેમણે રાજ્યના દરેક નાગરિકના સ્વાસ્થ્ય, પ્રગતિ, વિકાસ અને સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આની સાથે મંદિર પરિસરમાં હાજર તમામ નાગરિકોને તેમણે નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

ADVERTISEMENT

ભૂપેન્દ્ર પટેલ આ ચૂંટણી મુખ્યમંત્રીનો ચહેરો રહેશે…
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ દરમિયાન ભાજપે ગુજરાતમાં મુખ્યમંત્રીના ચહેરા માટે એક નામ ફાઈનલ કરી લીધું છે. આ નામને જ તેઓ ચૂંટણીમાં પણ પ્રોજેક્ટ કરશે જે ભૂપેન્દ્ર પટેલ જ રહેશે. નોંધનીય છે કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર નથી આવી રહ્યું પરંતુ અહેવાલો પ્રમાણે ભાજપ સરકાર ચૂંટણી પ્રચાર પ્રસારમાં પરોક્ષ રીતે ભૂપેન્દ્ર પટેલને જ CM રાખવા પ્રયાસ કરશે.

ADVERTISEMENT

અમિત શાહ ઝોન વાઇઝ કરી રહ્યા છે બેઠક
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે ચૂંટણીને લઈ તેમણે અલગ રણનીતિ તૈયાર કરી છે. અમિત શાહ ઝોન મુજબ બેઠકો કરી રહ્યા છે. જે અંતર્ગત સૌપ્રથમ તેમણે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં બેઠકો યોજી હતી . ત્યારબાદ તેઓ મધ્ય ગુજરાતમાં તેમણે વડોદરામાં પાર્ટીના હોદ્દેદારો સાથે મંથન કર્યુ હતુ. ગઈકાલે અમિત શાહ ઉત્તર ગુજરાત પહોંચ્યા હતા. જ્યાં બનાસકાંઠાના પાલનપુરમાં બેઠકોનો દોર ચાલ્યો હતો. ત્યારે આજે સૌરાષ્ટ્રમાં બેઠક યોજી છે.

ADVERTISEMENT

With Inputs- દુર્ગેશ મહેતા

    follow whatsapp

    ADVERTISEMENT