નવા વર્ષના પહેલા દિવસે જરૂર કરો આ ઉપાય, ઘરમાં આવશે બરકત; તિજોરીમાંથી ક્યારેય નહીં ખૂટે ધન

ADVERTISEMENT

gujarattak
social share
google news

વર્ષ 2023 પૂરું થવાનું છે અને થોડા દિવસો પછી નવું વર્ષ શરૂ થવાનું છે. લોકો નવા વર્ષનું સ્વાગત લોકો ખૂબ જ ઉત્સાહ અને ધૂમધામથી કરે છે. નવા વર્ષની શરૂઆત લોકો મંદિરમાં જઈને પૂજા કરીને કરે છે. એવું માનવામાં આવે છે કે જો નવા વર્ષનો પહેલો દિવસ સારો હોય, તો આખું વર્ષ સુખ, સમૃદ્ધિ અને ખુશીઓથી ભરેલું રહે છે. નવા વર્ષમાં લોકો અમુક પ્રકારના ઉપાય પણ કરે છે. જો તમે નવા વર્ષ 2024માં ખુશ રહેવા માંગતા હોવ તો જાન્યુઆરી મહિનાના પહેલા દિવસે આ ઉપાયો જરૂર અજમાવો. તમારું આખું વર્ષ સારું અને આનંદમય બન્યું રહેશે.

બિલિપત્રનો છોડ લઈ આવો

ધાર્મિક માન્યતાઓ અનુસાર, બિલિપત્ર પૂજનીય અને ફળદાયી માનવામાં આવે છે. દેવોના દેવ મહાદેવને આ ખૂબ જ પ્રિય છે. જો તમે નવા વર્ષના પહેલા દિવસે એક બિલિપત્રનો છોડ ઘરે લાવીને તેને ઉત્તર દિશામાં લગાવો છો, તો તેનાથી તમારું આખું વર્ષ સારી રીતે પસાર થશે. સાથે જ તમારા પર ભગવાન શિવના આશીર્વાદ બન્યા રહેશે. ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે. ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ આવશે.

આ વસ્તુઓની કરો ખરીદી

વર્ષ 2024ના પહેલા દિવસે મોરપીંછ, ધાતુનો કાચબો, લાફિંગ બુદ્ધા, નારિયેળ, ધાતુનો હાથી, તુલસીનો છોડ, દક્ષિણાવર્તી શંખની ખરીદી જરૂર કરવી જોઈએ. આ વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ વસ્તુઓ ખરીદીને પોતાના ઘરે લાવે છે, તેમના ઘરમાં બરકત આવે છે. સાથે જ માં લક્ષ્મીજીની કૃપા પણ વરસે છે.

ADVERTISEMENT

સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિ નવા વર્ષની શરૂઆત ભગવાન સૂર્યને જળ અર્પણ કરીને કરે છે તો તેમનું આખું વર્ષ સુખમય પસાર થાય છે. આ માટે સૌથી પહેલા સવારે ઉઠીને સ્નાન કરો. જે બાદ સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરો. એવી માન્યતા છે કે અર્ધ્ય ચઢાવવાથી વ્યક્તિનું જીવન હંમેશા સૂર્યની જેમ ચમકતું રહે છે. તેમજ શરીર પણ સ્વસ્થ રહેશે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

નોંધ- આ લેખ વાંચકોના રસને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો છે. તેના સત્ય હોવાની અમે પુષ્ટી કરતા નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT