Ahmedabad : હવે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કિસ્સામાં FIR, પોલીસ કર્મચારીને આપશે ઇનામ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad city police : જેમ-જેમ 25 ડિસેમ્બર અને 31 ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ તેમ પોલીસ સુરક્ષામાં વધારો થતો જાય છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આ બે દિવસમાં ઘણા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસ સામે આવતા હોય છે. જોકે, અમુક કિસ્સાઓમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરનારાઓ પોલીસની પકડમાં આવી શકતા નથી અથવા તેની છટકબારી શોધીને છટકી જાય છે. તો તેને રોકવા અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો નવો આદેશ

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે કે, જો શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર FIR નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે એવા પોલીસ કર્મચારીને રૂપિયા 200 ઇનામ આપવામાં આવશે.ન્યુ ઈયર અને 31 ડિસેમ્બરની ઉજવણીમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં દારૂ પાર્ટીઓ કરવામાં આવે છે ત્યારે અમદાવાદ શહેર પોલીસે સતર્કતાના ભાગ રૂપે આ ટ્વીટ કરી જાહેરાત કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT