કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને ચૂંટણી પહેલા મોટી રાહત, 2 કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: પોરબંદરના કુતિયાનાણાના NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાને (MLA Kandhal Jadeja) બે કેસમાં બે જુદી જુદી કોર્ટમાંથી રાહત મળી છે. ગેરકાયદેસર હથિયાર લેવાના 17 વર્ષ જૂના કેસમાં કાંધલ જાડેજાને અમદાવાદ સેશન્સ કોર્ટે ક્લીનચીટ આપી છે. જ્યારે અન્ય એક કેસમાં 2017માં પોલીસ સ્ટેશનમાં જઈને મારા મારી કરવા મામલે તેમના સહિત 13 લોકો સામે કેસ ચાલી રહ્યો હતો. આ બંને કેસમાં ધારાસભ્ય સામે કોઈ પુરાવા ન મળતા તેમને કોર્ટે ક્લીન ચીટ આપી હતી.

શું હતો 2005નો કેસ?
ગુજરાતમાં એનસીપીના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજા પાસેથી ગેરકાયદેસર હથિયારો મળતા તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે તેમને પુરાવાના અભાવે ક્લીન ચીટ આપી છે. ગુજરાતમાં થોડા દિવસોમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવામાં ચૂંટણી પહેલા જ તેમને નિર્દોષ જાહેર કરાતા તેમને મોટી રાહત મળી છે.

પોલીસ સ્ટેશનમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખને માર મારવાનો આરોપ
વર્ષ 2017માં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ એક ડઝનથી વધુ લોકો સાથે ધમાલ કરી હતી. જેમાં રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમખને ઓડેદરા પોલીસ સ્ટેશનમાં માર મારવામાં આવ્યો હતો. જેને લઈને કોર્ટમાં ધારાસભ્ય સહિત 13 લોકો સામે કેસ ચાલી રહ્યો હતો. આ મામલે પણ પુરાવાના અભાવે કોર્ટે ધારાસભ્ય કાંધલ જાડેજા સહિત 13 લોકોને નિર્દોષ મુક્ત જાહેર કર્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT