NCPના મહિલા નેતા રેશમા પટેલે ગોંડલના યુવક સાથે કરી સગાઈ, રિંગ સેરેમનીની તસવીરો શેર કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: NCPના નેતા રેશમા પટેલે ગોંડલના યુવક ચિંતન સોજીત્રા સાથે સગાઈ કરી લીધી છે. આ અંગે તેમણે ફેસબુર પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી. સાથે જ તેમણે પોતાની રિંગ સેરેમનીના ફોટો તથા વીડિયો પોસ્ટ કર્યા છે. જેમાં તેમણે લખ્યું છે કે, ‘મેં મારું લાસ્ટ નેમ ચેન્જ કરવાનો નિર્ણય લીધો છે. તે મારા જીવનમાં સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે. ચિંતન સોજીત્રા’.

રેશમા પટેલે રિંગ સેરેમનીની તસવીરો શેર કરી
રેશમા પટેલે પોતાના ભાવિ જીવનસાથી સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી છે. જેમાં તેઓ અને ચિંતન સોજીત્રા એકબીજાને વિંટી પહેરાવી રહ્યા છે.

ADVERTISEMENT

2015માં પાટીદાર અનામત આંદોલન બાદ નેતા તરીકે સામે આવ્યા
રેશમા પટેલ મૂળ વંથલી તાલુકાના બંટિયા ગામની વતની છે. તેઓ સામાન્ય કડવા પાટીદાર પરિવારમાંથી આવે છે. આ સાથે તેમણે અમદાવાદ તથા જૂનાગઢમાં પણ કેટલીક નોકરીઓ કરી છે અને તેમણે મોડલિંગ પણ કરેલું છે. જોકે વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન બાદ તેઓ પાટીદાર નેતા તરીકે સામે આવ્યા હતા અને અને 2017માં ભાજપમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જોકે તેમને ભાજ સામે પણ વાંધો પડતા તેમણે છેડો ફાડી નાખ્યો હતો.

ADVERTISEMENT

માણાવદરમાંથી લડ્યા હતા વિધાનસભાની પેટાચૂંટણી
રેશમા પટેલે વર્ષ 2019ની લોકભસા ચૂંટણીમાં અપક્ષમાંથી પોરબંદર બેઠક પરથી ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી હતી. આ બાદ તેઓ NCPમાં જોડાઈ ગયા અને પેટાચૂંટણીમાં તેમણે માણાવદર બેઠક પરથી દાવેદારી નોંધાવી હતી. ત્યારે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ફરી તેઓ માણાવદરમાંથી ચૂંટણી લડી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT