આગામી ચૂંટણીને લઈ NCP એ તૈયાર કર્યો માસ્ટર પ્લાન, જાણો કોની સાથે કરશે ગઢબંધન
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ પક્ષોએ ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી દીધી છે. આ દરમિયાન ગુજરાતમાં વિવિધ રાજકીય સમીકરણો વિખાવા લાગ્યા…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ પક્ષોએ ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી દીધી છે. આ દરમિયાન ગુજરાતમાં વિવિધ રાજકીય સમીકરણો વિખાવા લાગ્યા છે અને નવા રાજકીય સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. આ દરમિયાન NCPએ પણ આગામી ચૂંટણીને લઈ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. NCP ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઢબંધન કરશે
ગુજરાત વિધનસભાની ચૂંટણી ઉંબરે આવી ઊભી છે અને ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત થવાની તૈયારી છે. આ દરમિયાન NCPએ પણ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ તૈયારી શરૂ કરી દીધી છે. આ સાથે ચૂંટણીમાં ગઢબંધનની પણ તૈયારી કરી દીધી છે. એનસીપીએ પોતાની રણનીતિનું પહેલું પાસું ફેક્યું છે. NCP મહારાષ્ટ્ર પેટર્નથી ગુજરાતમાં ચૂંટણી લડશે.
જયંત બૉસ્કી કરશે જાહેરાત
એનસીપીના નેતા રેશ્મા પટેલે ગુજરાત તક સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે મહારાષ્ટ્ર ની જેમ ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઢબંધન કરવામાં આવશે. આ મામલે પ્રદેશ અધ્યક્ષ જયંત બૉસ્કી ટૂંક સમયમાં સંપૂર્ણ જાહેરાત કરશે તથા કોંગ્રેસ પણ આ ગઢબંધનને લઈને પોઝિટિવ છે.
ADVERTISEMENT
4 જેટલી બેઠક પર લડશે ચૂંટણી
ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોએ વિધનસભામાં પોતાનું સ્થાન બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત તકે NCP ના ગુજરાત અધ્યક્ષ જયંત બૉસ્કી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, અમારું કોંગ્રેસ સાથે ગઢબંધન થઈ ચૂક્યું છે. 4 થી 5 જેટલી બેઠક પર ચૂંટણી લડીશું. 3 દિવસમાં તમામ માહિતી કરીશું જાહેર
કોંગ્રેસનો 125 બેઠક જીતવાનો દાવો
નેશનલ સ્તરે NCPનું કોંગ્રેસ સાથે ગઢબંધન છે ત્યારે આ ગઢબંધન ગુજરાતમાં પણ જોવા મળશે. ગુજરાત વિધનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ માટે કપરા ચડાણ છે. આમ આદમી પાર્ટી અને AIMIM ગુજરાતમાં કોંગ્રેસને ભારે નુકશાન પહોંચાડી શકે છે. આ દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસ 125 બેઠક જીતવાનો દાવો કરી રહી છે. ત્યારે જોવાનું રહ્યું કે, કોંગ્રેસ NCP સાથે ગઢબંધન કરી કેટલી બેઠક પર પ્રતિનિધિત્વ કરશે તે જોવાનું રહ્યું
ADVERTISEMENT
ADVERTISEMENT