Gujarat Paper Leak: ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખાડે!, વધુ એક પેપર લીક કાંડથી મચ્યો ખળભળાટ; પરીક્ષાર્થીઓમાં રોષ

ADVERTISEMENT

 ગુજરાતમાં વધુ એક પેપર લીક કાંડ
Gujarat Paper Leak
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ભાવનગરમાં ફરી એકવાર પેપર ફૂટવાની ઘટના સામે આવી

point

એન.સી.સી સર્ટિફિકેટની પરીક્ષાનું ફૂટ્યું પેપર

point

પેપર ફૂટી જતા પરીક્ષા રદ કરવાની ફરજ પડી

Gujarat Paper Leak: ગુજરાતમાં જો પારદર્શિતા સાથે ભરતી થાય તો કદાચ ઈતિહાસ રચાઈ જાય. કારણ કે, રાજ્યમાં છાશવારે પેપર લીક થયાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આજે વધુ એક વખત પેપરલીક કાંડની ઘટના સામે આવી છે. ભાવનગર (Bhavnagar) માં આજે યોજાનારી NCC સર્ટિફિકેટની પરીક્ષાનું પેપર લીક થયા હોવાનું સામે આવ્યું છે. 

 

પરીક્ષાના એક કલાક અગાઉ પેપર લીક

 

ભાવનગરમાં આજે યોજાનારી NCC સર્ટિફિકેટની પરીક્ષાનું પેપર પરીક્ષાના એક કલાક અગાઉ જ લીક થઈ જતાં પરીક્ષાને કેન્સલ કરવાનો વારો આવ્યો છે. જેના કારણે પરીક્ષાર્થીઓ લાલઘુમ થઈ ગયા છે. 

ADVERTISEMENT


448 જેટલા પરીક્ષાર્થીઓ આપવાના હતા પેપર

 

NCC સર્ટિફિકેટની પરીક્ષા આજે યોજાવાની હતી. ભાવનગર અને અમરેલીના 448 જેટલા પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા. જોકે, પેપરના એક કલાક અગાઉ જ NCC સર્ટિફેકેટ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું. જેની જાણ થતાંની સાથે તંત્ર દ્વારા પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  આપને જણાવી દઈએ કે, હાલ આ બાબતે  એનસીસી તરફથી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

 

ADVERTISEMENT

AAP નેતા પ્રવીણ રામે સરકાર પર કર્યા આકરા પ્રહાર 

 

 
ભાવનગર ખાતે NCC સર્ટિફિકેટનું પેપર લીક થતાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેઓએ આ ઘટનાને સરકાર માટે શરમજનક ઘટના જણાવી છે. તેઓએ કહ્યું કે, ભાજપ સરકારને પેપર લિંકનું વ્યસન થયું છે. 

ADVERTISEMENT

 

સરકારે સ્વૈચ્છિક રાજીનામા આપવા જોઈએઃ પ્રવીણ રામ 

 

તેઓએ જણાવ્યું કે, જ્યાં સુધી પેપર લીક ના થાય ત્યાં સુધી ભાજપ સરકારને મજા નથી આવતી. પેપર લીક જો અટકાવી ના શકાય તો મોટા મોટા કાયદાઓ બનાવવા નો શું મતલબ ?? પેપર લીકની ઘટના જો અટકી ન શકતી હોય તો સરકારે સ્વૈચ્છિક રાજીનામા આપી દેવા જોઈએ.

 

(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)


 

    follow whatsapp

    ADVERTISEMENT