નેવી ઈન્ટેલિજન્સ અને NCBએ રૂ.300 કરોડના ડ્રગ્સનો જથ્થો પકડ્યો, 6 વ્યક્તિઓની ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગરઃ ગુજરાતમાં અત્યારે ડ્રગ્સ સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. ઠેર ઠેર સર્ચ ઓપરેશન્સ અને જોઈન્ટ ઓપરેશન્સ હાથ ધરીને ડ્રગ્સના કાળા કાળોબારનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે. તેવામાં બે દિવસ પહેલા જામનગરથી પકડાયેલા 6 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. નેવી ઈન્ટેલિજન્સ અને NCBએ જોઈન્ટ ઓપરેશન કરી વધુ એક સફળતા પાર પાડી છે. મુંબઈથી 300 કરોડના ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને આ રેકેટનો વધુ એક વણઉકેલ્યો પ્રશ્ન પાર પાડી દીધો છે. જાણો આ સમગ્ર તપાસ કાર્યવાહીને વિગતવાર…

જામનગર ડ્રગ્સ કેસના તાર મુંબઈ સાથે જોડાયા…
ગુજરાતના જામનગરથી રૂ.6 કરોડના ડ્રગ્સનો જથ્થો પકડ્યા પછી નેવી ઈન્ટેલિજન્સ અને NCBએ જોઈન્ટ ઓપરેશન આગળ વધાર્યું હતું. આ ડ્રગ્સ રેકેટના પર્દાફાશ માટે તેમણે જોઈન્ટ ઓપરેશન દરમિયાન ઘટાનક્રમ અને આરોપીઓની કડીઓ જોડવાનું શરૂ કર્યું હતું. તેવામાં તપાસમાં જામનગરના ડ્રગ્સ કેસની કડીઓ સીધી મુંબઈ સાથે જોડાયેલી જોવા મળી હતી.

મુંબઈથી 300 કરોડના ડ્રગ્સનો જથ્થો પકડાયો
મુંબઈમાં જોઈન્ટ ઓપરેશન દરમિયાન ટીમને 80 કીલોનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જેની ઈન્ટરનેશનલ માર્કેટમાં વેલ્યૂ 300 કરોડ રૂપિયાની છે. તેવામાં આ ડ્રગ્સ કેસમાં અત્યારસુધી 6 લોકોની ધરપકડ હાથ ધરાઈ છે. જ્યારે એક આરોપી જામનગરથી અને અન્ય પાંચને મુંબઈથી પકડી પાડવામાં આવ્યા છે.

ADVERTISEMENT

કેવી રીતે મુંબઈ ડ્રગ્સ કનેક્શન સામે આવ્યું?
NCB અને જામનગર નેવી ઈન્ટેલિજન્સની ટીમે બાતમીના આધારે 2 દિવસ પહેલા જામનગરના એક ફેક્ટરીમાં તપાસ કરી હતી. જેમાંથી 10 કિલો ડ્રગ્સ અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેવામાં પૂછપરછ દરમિયાન આરોપીએ વધુ ત્રણ શખસોના નામ આપ્યા હતા. ત્યારપછી ડ્રગ્સ રેકેટની કડીઓ જોડાતી ગઈ અને જોઈન્ટ ઓપરેશનમાં સર્ચ ટીમે 3 ઓરોપીની ધરપકડ કરી લીધી હતી. ત્યારપછી NCB અને નેવી ઈન્ટેલિજન્સ ટીમે મુંબઈથી 80 કિલો ડ્રગ્સ સાથે અન્ય આરોપીની ધરપકડ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નેવી ઈન્ટેલિજન્સની સતર્કતાને કારણે કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે. વિવિધ ડ્રગ્સ રેકેટના પર્દાફાશથી લઈ અન્ય કડક પગલાં પણ ભરાયા છે. અત્યારે મુંબઈમાં આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને કયા કયા લોકો સાથે પહોંચાડવામાં આવવાનું હતું એની પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT