Navsari Accident: ડિવાઈડર કૂદીને રોંગ સાઈડથી આવેલી ફોર્ચ્યુનર ધડાકાભેર લક્ઝરી બસમાં ઘુસી ગઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રોનક જાની/નવસારી: નવસારીમાં 2022ના અંતિમ દિવસે કરુણ ઘટના બની છે. જેમાં નેશનલ હાઈવે પર કાર અને બસ વચ્ચે અકસ્માતમાં 9 લોકોને કાળ ભરખી ગયો. જ્યારે 32 જેટલા લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે સવાલ એ થાય છે કે આટલો ગંભીર અકસ્માત થયો કેવી રીતે? પ્રાથમિક વિગતો મુજબ, નેશનલ હાઈવે 48 પર મુંબઈથી અમદાવાદ તરફ જતા રોડ પર ફોર્ચ્યુનર કાર રોંગ સાઈડમાં હતી. જે અમદાવાદથી વલસાડ જતી લક્ઝરી બસ સામે ધડાકાભેર અથડાઈ હતી. અંદાજ મુજબ કાર ચાલકને ઝોકું આવી જતા કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘુસી ગઈ હતી.

આ પણ વાંચો: રિષભ પંતની પ્લાસ્ટિક સર્જરી થઈ, માથા અને સ્પાઈનનો MRI રિપોર્ટ આવ્યો, હવે કેવી છે તબિયત?

કાર ચાલકને ઝોકું આવતા અકસ્માત સર્જાયો?
ફોર્ચ્યુનર કારમાં અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મા નામની કંપનીના કર્મચારીઓ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. વહીવટી તંત્ર મુજબ વહેલી સવારે ફોર્ચ્યુનર કાર ચાલકને ઝોકું આવ્યું હોઈ શકે, જેના કારણે કાર ડિવાઈડર કૂદીને સામેની લેનમાં જતી રહી અને સામેથી આવતી લક્ઝરી બસ સાથે અથડાઈ હોય.

ADVERTISEMENT

અમિત શાહે ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી
ગુજરાતના નવસારીમાં થયેલ સડક દુર્ઘટના હૃદયદ્રાવક છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પરિજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને દુ:ખ સહન કરવાની શક્તિ આપે. સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલોને તાત્કાલિક સારવાર આપી રહ્યું છે, તેઓની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છું.

આ પણ વાંચો: ‘હું એવો સાહેબ છું જે પીધેલો હોયને બોલું, તે જ કાલે બોલીશ’, નાયબ મામલતદાર દારૂ પાર્ટી કરતા દેખાયા

ADVERTISEMENT

મૃતકોના પૂરા નામ

ADVERTISEMENT

1. નીતિન ઘનશ્યામ પાટીલ, ઉ. 30, ભરૂચ, ફોર્ચ્યુનરનો ડ્રાઈવર
2. જયદીપ કાંતિભાઈ પેથાણી, ઉ. 25, ભાદાજાળીયા, ધોરાજી, રાજકોટ
3. જયદીપ કાળુભાઇ ગોધાણી, ઉ. 24, નાની પીડાખાઈ, વિસાવદર, જૂનાગઢ
4. ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા, ઉ. 24, ગુંદાળા, રાજકોટ
5. જગદીશ રસિકભાઈ દુધાત, ઉ. 35, પ્રજવિલા બંગલો, અંકલેશ્વર, ભરૂચ
6. મયુરકુમાર ધીરૂભાઈ વવૈયા, ઉ. 23, ચોરા પાસે, ઝાંઝેછર, જાંબુડા, જૂનાગઢ
7. નવનીત મોહનભાઈ ભદીચદરા, ઉ. 39, નાયવર નગર, નાના વરાછા, સુરત
8. પ્રજ્ઞેશ રણછોડ વેકરીયા, ઉ. 23, પાણીની ટાંકી, રબાકીયા, રાજકોટ
9. ગણેશ મોરારભાઇ ટંડેલ, રામનગર, કોલક ગામ, વલસાડ

શતાબ્દી મહોત્સવથી પાછા જતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો
પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદમાં હાલ ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં મુલાકાતીઓને લઈને આવેલી બસ પરત ફરી રહી હતી. આ દરમિયાન નવસારીમાં હાઈવે નંબર 48 પર બસ અને ફોર્ચ્યુનર કારનો અકસ્માત થયો હતો. બસ અને કારની ટક્કર એટલી ભયાનક હતી કે, ફોર્ચ્યુનર કારનો આગળનો ભાગ પડીકું વળી ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ક્રેન દ્વારા બસ અને કાર બંનેને રસ્તા પરથી દૂર ખસેડીને પોલીસે વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT