નવરાત્રીમાં અનોખી રીતે ગરબા દ્વારા આંદોલન થયું, ખેડૂતોએ માગણી સ્વીકારવા કરી ટકોર
અરવલ્લીઃ ગુજરાત રાજ્યમાં અત્યારે નવરાત્રીનો અનોખો રંગ જામી ગયો છે. ઓલિમ્પિક સ્ટાર્સથી લઈ સેલિબ્રિટિઝ પણ ગુજરાતમાં ગરબાની મજા માણી રહ્યા છે. ત્યારે મોડાસા ખાતે આનંદપુરાકમ્પામાં…
ADVERTISEMENT
અરવલ્લીઃ ગુજરાત રાજ્યમાં અત્યારે નવરાત્રીનો અનોખો રંગ જામી ગયો છે. ઓલિમ્પિક સ્ટાર્સથી લઈ સેલિબ્રિટિઝ પણ ગુજરાતમાં ગરબાની મજા માણી રહ્યા છે. ત્યારે મોડાસા ખાતે આનંદપુરાકમ્પામાં ખેડૂતોએ નવરાત્રીમાં વિશેષ પોશાક પહેરીને સરકાર સામે પોતાની વિવિધ માગણીઓ સ્વીકારવાના હેતૂથી ગરબા ગાયા હતા. નોંધનીય છે કે અહીં હિન્દુ, મુસ્લિમ અને કૃષ્ણ ભગવાનની થીમ મુજબ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવરાત્રીમાં ગરબાની સાથે સરકાર સામે અનોખું આંદોલન
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે, ત્યારે ખેડૂતો પોતાના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે માગણીઓ કરી રહ્યા છે. તેવામાં આનંદપુરાકમ્પામાં નવરાત્રીના અવસરે થીમ આધારિત વેશભૂષાનું આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા 40 દિવસથી ભારતીય કિસાનસંઘ દ્વારા ચાલી રહેલા આંદોલનમાં ખેડૂતોએ અનોખી માગણી કરી છે. આ દરમિયાન ખેડૂતોએ જણાવ્યું કે સરકારે ટપક સિંચાઈ તેમજ ખેતી અને ખેત ઓજારો, ખાતર બિયારણ પર જીએસટી લગાવી દીધો છે. એને દૂર કરવા માટે ખેડૂતો સતત સરકાર સામે માગણી કરી રહ્યા છે. ખેડૂતો જણાવ્યું કે અમારી આર્થિક રીતે કમર તૂટી જાય એવી સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે.
ADVERTISEMENT
ઉજવણી દરમિયાન ખેડૂતે કહ્યું- સરકાર કઈક પગલા ભરે
નવરાત્રીમાં અનોખી ઉજવણી દરમિયાન ખેડૂતોએ કહ્યું કે સરકાર જેટલુ જોઈએ એટલું અમારા પર ધ્યાન નથી આપતી એમ લાગી રહ્યું છે. અમારા ઘણા પ્રશ્નોનું હજુ સુધી કોઈ નિરાકરણ આવી શક્યું નથી. જો આવું જ સરકારનું વલણ રહેશે તો આ ક્યાંય ફેંકાઈ જાય એમ લાગી રહ્યું છે.
ADVERTISEMENT
With Input- Hitesh Sutariya
ADVERTISEMENT
ADVERTISEMENT