મોરબી દુર્ઘટના બદલ આજે રાજ્યવ્યાપી શોક, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે
ગાંધીનગરઃ મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતા 135 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. અત્યારે સમગ્ર રાજ્યમાં શોકનું મોજુ ફરીવળ્યું છે. તેવામાં આજે 2 નવેમ્બરના દિવસે…
ADVERTISEMENT
ગાંધીનગરઃ મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતા 135 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. અત્યારે સમગ્ર રાજ્યમાં શોકનું મોજુ ફરીવળ્યું છે. તેવામાં આજે 2 નવેમ્બરના દિવસે રાજ્યવ્યાપી શોક જાહેર કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર પ્રાર્થના સભાનું આયોજન કરવા માટે સરકારે આદેશ આપ્યો છે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે અને તંત્રને સૂચના આપવામાં આવી છે.
રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક જાહેર કરાયો છે, આ દરમિયાન દરેક સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આ દિવસે કોઈપણ પ્રકારના સરકારી કે મનોરંજક કામો કરાશે નહીં.
ADVERTISEMENT
મોરબીને દર 21 વર્ષે નડી છે ‘ઘાત’.. વાંચો વિગતવાર
કેબલ બ્રિજ તૂટી પડતા 135 લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન અનેક પરિવારો રજાના સમયે ઝૂલતા પુલ પર આવ્યા હતા અને એ તૂટી પડતા મોતનું તાંડવ સર્જાયું હતું. નાના બાળકો, મહિલાઓના મોતની સાથે અનેક પરિવારો આ દુર્ઘટનામાં વિખેરાઈ ગયા છે. તેવામાં મોરબીને મળેલા શ્રાપની પણ એક લોકમાન્યતા ચર્ચામાં આવી રહી છે. એક શ્રાપના કારણે મોરબીમાં દર 21 વર્ષે આવી હોનારતો સર્જાતી હોવાની લોકમાન્યતા પણ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT