ભાજપ માટે પ્રતિષ્ઠાની લડાઈ બની નર્મદાની નાંદોદ બેઠક, જાણો કેમ છે મહત્વની બેઠક?

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ છે અને આ વખતે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને ભાજપ સરકાર માટે  પ્રતિષ્ઠાવાળી જો કોઈ બેઠક હોય તો તે કોઈ મેગા સિટીની નહીં પરંતુ  આદિવાસી વિસ્તારમાં આવેલ નાંદોદ નર્મદા જિલ્લાની વિધાનસભા બેઠક છે.કારણ કે અહીં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અને તેના નિર્માણ બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે.

ભાજપના બળવાખોર નેતા ભાજપ માટે ક્યાં મુશ્કેલી ઉભી કરી રહ્યા છે?
આ એક વિધાનસભા સીટ છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારમાં આવી છે અને 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રથમ વખત આ વિસ્તારની અંદર વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભાજપ માટે વિધાનસભાની ચૂંટણી દરમિયાન, આ બેઠક ચૂંટણી પહેલા જ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે કારણ કે અહીં ભાજપે ડો.દર્શના દેશમુખને ટિકિટ આપી છે. જેનાથી નારાજ થઈને ભાજપના આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ હર્ષદ વસાવાએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી નાંદોદ વિધાનસભા બેઠક પર અપક્ષ તરીકે પોતાનું ફોર્મ ભર્યું છે.

ભાજપ માટે આ પડકારો
હર્ષદ વસાવા અપક્ષ તરીકે ઉભા રહેવાથી તેમની સામે ઘણી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. પ્રદેશના નેતા છે તેઓ મોટા આદિવાસી નેતા છે પરંતુ તેમને ટિકિટ ન મળી, તેથી તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી, ભાજપ હાઈકમાન્ડે તેમને રાજ્યનું ગૃહમંત્રી આપીને મનાવવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ તેઓ સમજી શક્યા નહોતા, હવે કોંગ્રેસ, ભાજપ અને અપક્ષો વચ્ચે સીધો જંગ ખેલાશે.આ ઉપરાંત જ્યારે આદિવાસીઓની જમીન મુદ્દે આંદોલન ચાલતું હતું, જેમાં આગેવાની કરી રહેલા ડો.પ્રફુલ વસાવાને આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. .

ADVERTISEMENT

કેવડીયા પર વડાપ્રધાનનું ફોકસ
ભાજપ માટે નાંદોદ વિધાનસભા બેઠક જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે આ તે બેઠક છે જ્યાં વડાપ્રધાન મોદી કેવડિયાને પ્રવાસન વિકાસનું સૌથી મોટું મોડલ કહી રહ્યા છે. જેથી આ વિસ્તારમાં ભાજપની હાર થશે તો તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

નાંદોદ વિધાનસભા બેઠક જીતવા માટે ભારતીય જનતા પાર્ટી તનતોડ પ્રયાસ કરી રહી છે. તે અનેક કાર્યક્રમો પણ કરી રહી છે અને મોટા મોટા નેતાઓના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.પરંતુ પોતાની જ પાર્ટીમાં બળવો
ભારતીય જનતા પાર્ટી નાંદોદ વિધાનસભા સીટ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવી છે તે જીતી શકે કે નહી

ADVERTISEMENT

નાંદોદ બેઠક માટે કોણ ઉમેદવાર છે

ADVERTISEMENT

  • ભાજપ તરફથી ડો.દર્શના દેશમુખ
  • કોંગ્રેસમાંથી હરેશ વસાવા
  • અપક્ષ હર્ષદ વસાવા
  • આમ આદમી પાર્ટી પ્રફુલ્લ વસાવા.

    follow whatsapp

    ADVERTISEMENT