ઉનાળાનું સંકટ ટળ્યું! સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, મુખ્યમંત્રી વધામણા કરવા કેવડિયા જશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદા: ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજાની ફરીથી પધરામણી થઈ છે. બીજી તરફ મધ્ય પ્રદેશમાં પણ આ સીઝનમાં સારો વરસાદ રહ્યો છે. ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) છલોછલ થઈ ગયો છે. નર્મદા ડેમની સપાટી સીઝનમાં પહેલીવાર 138 મીટર નોંધાઈ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, એવામાં હવે ડેમ સંપૂર્ણપણે ભરાવવામાં માત્ર 68 સેન્ટિમીટર જ બાકી છે.

હાલ ડેમમાં કેટલી છે પાણીની આવક?
હાલમાં સરદાર સરોવર ડેમમાં કુલ 1,26,519 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેની સામે 2 દરવાજામાંથી 5000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આ સાથે જ રિવરબેડ પાવરહાઉસ તથા કેનાલ હેડ પાવરહાઉસમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. આમ કુલ 65,180 ક્યુસેક પાણીની જાવક છે. એવામાં આગામી થોડા કલાકોમાં જ ડેમ સંપૂર્ણ ભરાઈને તેની મહત્તમ સપાટી વટાવી શકે છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાના વધામણા કરવા કેવડિયા આવે તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

આટલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ આજે સૈારાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં મઘ્યમથી ભારે વરસાદ તથા 15 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં મઘ્યમથી ભારે વરસાદ ૫ડવાની શક્યતા છે. જો કે સરકાર દ્વારા અત્યારથી જ તમામ આનુષાંગિત તૈયારીઓ કરી લેવામાં આવી છે.

ADVERTISEMENT

રાજ્યના જળાશયોમાં 89 ટકા પાણીનો જથ્થો
નોંધનીય છે કે, રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી જાહેર કરવામાં આવી છે. છેલ્લા અઠવાડિયાથી રાજ્યમાં અનેક જગ્યાઓ પર વરસાદ નોંધાયો છે. પરિણામે ગુજરાતમાં સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યના જળાશયોની વાત કરીએ તો ગઈકાલની સ્થિતિએ 206 જળાશયોમાં 85.32 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 97 ટકા પાણીનો જથ્થો છે. આમ કુલ મળીને 89 ટકા પાણીનો જથ્થો હાલ ગુજરાતના ડેમોમાં છે. જેમાંથી 80 ડેમો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે.

(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા)

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT