BTP સાથે છેડો ફાડી ભૂગર્ભમાં ઉતરી ગયેલા નેતાઓ દિલ્હીમાં કેજરીવાલના ઘરે પહોંચ્યા, AAPમાં જોડાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: વિધાનસભાની ચૂંટણી પહેલા જ નર્મદા જિલ્લામાં આજે મંગળવારે મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)માં એક સાથે 3 જેટલા મોટા નેતાઓએ રાજીનામા ધરી દેતા અનેક તર્કવિતર્ક શરૂ થયા હતા. રાજીનામું ધરીને ફોન સ્વીફ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જોકે આ તમામ નેતાઓએ દિલ્હીમાં કેજરીવાલના ઘરે જઈને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો હોવાની તસવીરો હવે સામે આવી રહી છે. એવામાં હવે ડેડિયાપાડાની સેફ સીટ જીતવી BTP માટે મુશ્કેલ થઈ જશે.

BTPના ગઢમાં પડશે ગાબડું
નર્મદા તાલુકામાં BTPની બે સીટો છે, એક ઝઘડિયા અને એક ડેડિયાપાડા. મહેશ વસાવાએ ડેડિયાપાડા સીટ પરથી ચૈતર વસાવાને લડાવવાનું કમિટમેન્ટ આપ્યું હતું અને પોતે ઝઘડિયાની સીટ પરથી ચૂંટણી લડવાના હતા. જોકે છોટુ વસાવાના અન્ય પુત્ર દિલિપ વસાવા પણ ચૂંટણી લડવા ઈચ્છતા હોઈ તેઓ ડેડિયાપાડાની સીટ પરથી આ વખતે લડે તેમ હતા. એવામાં પોતાને બેઠક મળવાનું મુશ્કેલ લાગતા ચૈતર વસાવાએ પાર્ટીને છોડી દીધી હતી.

ADVERTISEMENT

ચૈતર વસાવા BTP માટે કેમ મહત્વપૂર્ણ નેતા હતા?
ચૈતર વસાવા ભારતીય ટ્રાઈબલ પાર્ટીનો વ્યાપ વધારવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવી ચૂક્યા છે. હાલમાં જ તેમણે બિરસામુંડાની મૂર્તિનો મુદ્દો, આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રનો મુદ્દો સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. ઉપરાંત આદિવાસી સમાજમાં પણ તેમની ખૂબ લોકચાહના છે. એવામાં હવે તેઓ AAPની સાથે જતા BTPને જ આગામી ચૂંટણીમાં નુકસાન થશે. ચૈતર વસાવા ડેડિયાપાડામાંથી AAPની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે, ત્યારે છોટુ વસાવાના શિષ્યો જ હવે આગામી ચૂંટણીમાં તેમની સામે ટકરાતા જોવા મળી શકે છે.

કેમ નારાજ હતા ચૈતર વસાવા?
તાજેતરમાં જ BTP પાર્ટીએ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી. આ બાદ તેણે પાછલા બારણેથી કોંગ્રેસ સાથે આગામી ચૂંટણીને લઈને ગઠબંધન કરી લીધું હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે. આ માટે ચૈતર વસાવાએ ઘણા સમયથી છોટુ વસાવા અને મહેશ વસાવા પાસે મુલાકાતનો સમય માગ્યો હતો, પરંતુ બંને નેતાઓ તેમને ઘણા સમયથી મળતા નહોતા.

ADVERTISEMENT

ADVERTISEMENT

સોશિયલ મીડિયાથી રાજીનામું ધરી દીધું
BTPના નર્મદા જિલ્લાના પ્રમુખ ચૈતર વસાવા, ડેડીયાપાડા તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા તથા તાલુક પંચાયતના ઉપપ્રમુખ માધવસિંહ વસાવાએ પણ પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. તમામે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને રાજીનામું ધરી દીધું હતું. તમામની સોશિયલ મીડિયા પોસ્ટ વાઈરલ થતા નર્મદા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. આ તમામ હવે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે.

    follow whatsapp

    ADVERTISEMENT