સુરતમાં AAP નેતા પર હુમલાની નરેશ પટેલે કરી નિંદા, પાટીદારોને ટિકિટ આપવા પર કહી મોટી વાત
રાજકોટ: શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આજે કાલાવડ રોડ પર રેજન્સી લગૂન રિસોર્ટમાં વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જે બાદ કોરોનામાં માતા-પિતા ગુમાવનાર 51 બાળકોને ચેક…
ADVERTISEMENT
રાજકોટ: શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આજે કાલાવડ રોડ પર રેજન્સી લગૂન રિસોર્ટમાં વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જે બાદ કોરોનામાં માતા-પિતા ગુમાવનાર 51 બાળકોને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel) પણ હાજર હતા. સભા બાદ તેમણે મીડિયા સમક્ષ મનોજ સોરઠીયા પર થયેલા હુમલાની નિંદા કરી હતી. આ સાથે જ તેમણે પાટીદારોને ટિકિટ મળવા અંગે પણ પ્રતિક્રિયા આપી હતી.
પાટીદારોને ટિકિટ આપવા પર શું કહ્યું નરેશ પટેલે?
ખોરલધામ ચેરમેન નરેશ પટેલે જણાવ્યું કે, મનોજ પર હુમલાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. ભગવાનની કૃપાથી મનોજભાઈ સારી રીતે હોસ્પિટલથી બહાર નીકળી ગયા છે. પણ આવું ન બને. એક સારી રાજનીતિ ગુજરાતમાં ચાલે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. હિંસા બિલકુલ યોગ્ય નથી. મનોજ પરના હુમલાને હું નિંદનીય ગણું છું. જ્યારે પાટીદારોને ટિકિટ આપવા પર તેમણે કહ્યું કે, પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પાટીદારોને જ ટિકિટ આપવામાં આવે છે. કોઈ પણ રાજકીય પક્ષો હોય તે પાટીદારોને જ ટિકિટ આપે છે. ટિકિટો કોને આપવી તે નિર્ણય રાજકીય પાર્ટીઓ કરતી હોય છે તેમાં હું ખાસ કોઈ કોમેન્ટ નહિ કરું.
ટૂંક સમયમાં થશે ખોડલધામની મહાસભાની જાહેરાત
થોડા સમય પહેલા ખોડલધામની મહાસભા યોજાવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તે રદ થયા બાદ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે નરેશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં પત્રકાર પરિષદ યોજાશે જેમાં મહાસભાની જાહેરાત હું જ કરીશ.
ADVERTISEMENT
ઉમિયાધામ પ્રમુખે પાટીદારો માટે માગી હતી 50 ટિકિટ
નોંધનીય છે કે, તાજેતરમાં જ સૌરાષ્ટ્રના સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ વાંસજાળિયાએ આગામી ચૂંટણીમાં ભાજપે પાટીદારોને 50 ટિકિટ આપવી જોઇએ તેવી માંગ કરી હતી. આ ઉપરાંત પાટીદાર અનામત આંદોલન સમયે મૃત્યુ પામનારા યુવાનોને નોકરી પણ તત્કાલ અસરથી આપવી જોઇએ તેવી માંગ કરી હતી.
(વિથ ઈનપુટ: નિલેશ શિશાંગિયા)
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT