વલસાડમાં સ્ટ્રોંગ રૂમ નજીક નમો Wifi ડિટેક્ટ થયું, Congress અને AAP ના ઉમેદવારોએ કર્યું આ કામ
કૌશિક જોશી, વલસાડ: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને બીજા તબક્કાની ચૂંટણી માટે ગણતરીની કલાકો જ બાકી રહી છે. આ વચ્ચે…
ADVERTISEMENT
કૌશિક જોશી, વલસાડ: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને બીજા તબક્કાની ચૂંટણી માટે ગણતરીની કલાકો જ બાકી રહી છે. આ વચ્ચે બંને તબક્કાની ચૂંટણીના પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે ત્યારે વલસાડના એન્જીનીયરીંગ કોલેજ ખાતે કોંગ્રેસ અને આપ ઉમેદવાર અને કાર્યકર્તાઓ દ્વારા નમો વાઇફાઇ મોબાઇલમાં આવતું હોવાના કારણે નાયબ ચૂંટણી અધિકારીને રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે આ વાઇફાઇ બંધ કરાવવા માટે વિનંતી કરાઇ હતી અને EVM સાથે ચેડા થવાની આશંકા – આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારે પહેરો લગાવ્યો છે.
ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીને લઈને વલસાડ એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાખવામાં આવેલા ઈવીએમમાં ચેડા થવાની આશંકાને લઈને એન્જિનિયરિંગ કોલેજ બહાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પહેરો ભરવામાં આવી રહ્યો છે. EVM માં ચેડા થવાની આશંકાને લઈને બંને પક્ષના કાર્યકર્તાઓ છેલ્લા બે દિવસથી પહેરો ભરી રહ્યા હતા જ્યાં આજરોજ વલસાડના એન્જિનિયરિંગ કોલેજ ખાતે મોબાઇલમાં નમો વાઇફાઇ નેટવર્ક પકડાવાના કારણે બંને પક્ષના કાર્યકર્તાઓ અને ઉમેદવારો દ્વારા નાયબ ચૂંટણી અધિકારીને રજૂઆતો કરી હતી. બંને પક્ષ દ્વારા આક્ષેપો કરતા કહેવામાં આવ્યું હતું કે નમો વાઇફાઇથી EVM માં છેડા થઈ શકે છે અને EVM ને હેક કરવાની કોઈ વૃતિ ચાલી રહી હોય તેવું જણાય આવે છે. બંને પક્ષના કાર્યકર્તાઓ દ્વારા આ સમગ્ર મામલે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી અને તાત્કાલિક ધોરણે આ વાઇફાઇ બંધ થાય તેવી રજૂઆતો કરવામાં આવી છે.
કોંગ્રેસે કહ્યું કઈ પણ થઈ શકે છે
આ મામલે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કિંશન પટેલે વલસાડ ખાતેની સાઈન્સ કોલેજ ખાતે EVM મશીન રાખેલ છે. જે હેક પણ થઈ શકે છે કારણ કે અહીં નમો અને જીઓના વાઇફાઈ સિગ્નલ આવે છે. જેમાં કઈ પણ થઈ શકે છે.
આ મામલે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કિંશન પટેલે વલસાડ ખાતેની સાઈન્સ કોલેજ ખાતે EVM મશીન રાખેલ છે. જે હેક પણ થઈ શકે છે કારણ કે અહીં નમો અને જીઓના વાઇફાઈ સિગ્નલ આવે છે. જેમાં કઈ પણ થઈ શકે છે.
જાણો શું કહ્યું આપના ઉમેદવારે
વલસાડ આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ મરચાએ કહયું કે, વલસાડના EVM મશીન જે સ્ટ્રોંગ રૂમની આસપાસ નમો wi fy ટાવરના સિગ્નલ પકડાયેલા દેખાય છે. અને જીઓના પણ. જેમ કોઈ પણ પ્રકારના છેડા થઇ શકે છે. 5 ઉમેદવારોનું ભાવી છે અને અમને આમ કોઈ ચેડા જેવું લાગ્યું જેથી ચૂંટણી કમિશનરને ફરિયાદ કરેલ છે.