Nadiad: ગણેશ પંડાલમાં ડેકોરેશન કરતા 3 લોકોને વીજ કરંટ લાગ્યો, 2ના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત
નડિયાદઃ ગુજરાતમાં ઠેર ઠેર અત્યારે ગણેશોત્સવનો માહોલ જામ્યો છે. આ દરમિયાન ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતા સમયે 3 યુવકોને વીજ કરંટ લાગ્યો હતો. આ દરમિયાન 2…
ADVERTISEMENT
નડિયાદઃ ગુજરાતમાં ઠેર ઠેર અત્યારે ગણેશોત્સવનો માહોલ જામ્યો છે. આ દરમિયાન ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતા સમયે 3 યુવકોને વીજ કરંટ લાગ્યો હતો. આ દરમિયાન 2 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે 1 વ્યક્તિનો આબાદ બચાવ કરાયો હતો. અત્યારે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં બંને યુવકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી દેવાયા છે. પોલીસે પણ આ અંગે તપાસ શરૂ કરી દીધી છે.
ડેકોરેશન સમયે વીજ કરંટ લાગ્યો
નડિયાદમાં પીજ રોડ ગિતાંજલી ચોકડી પાસે સાર્વજનિક ગણેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ દરમિયાન ડેકોરેશન કરતા સમયે 3 યુવકોને માથાના ભાગે 11 KV વાયર અડી જતા કરંટ લાગ્યો હતો. આ ગંભીર ઘટનાનાં પગલે વીજ કરંટ લાગતા બે યુવકોનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું નિધન થયું છે. જ્યારે 1 યુવકનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પોલીસે તપાસ શરૂ કરી
ગણેશ પંડાલમાં કરંટ લાગ્યા પછી ત્રણ યુવકોની સ્થિતિ ગંભીર હતી. જેમાંથી 2ના મૃત્યુ થતા તેમના મૃતદેહોને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી દેવામાં આવ્યા છે. જ્યારે નડિયાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર તપાસ હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે ગણેશોત્સવનો ખુશીનો માહોલ પળભરમાં ગમમાં ફેરવાયો હતો.
With Input- Hetali Shah
ADVERTISEMENT
ADVERTISEMENT