અમદાવાદમાં નબીરાઓએ સિંધુ ભવન રોડ લીધો બાનમાં, જોખમી રીતે ફોડ્યા ફટાકડા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: દેશમાં દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ હતી. નાના બાળકોથી લઈ તમામ ઉમરના લોકોએ ફટાકડા ફોડ્યા હતા અને દિવાળી પર્વની ઉજવણી કરી છે. આ દરમિયાન અમદાવાદના હંમેશા લોકોથી ધમધમતા સિંધુભવન રોડ પર દિવાળીની રાત્રે નબીરાઓએ કાર પર સ્ટંટ કરી અને ફટાકડા ફોડ્યા હતા અને અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ મામલે પોલીસ પર પણ અનેક સવાલો ઉઠયા છે.

દિવાળી પર્વની ઉજવણીને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દરમિયાન દિવાળીના પર્વની ઉજવણીના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતાં હોય છે. આ દરમિયાન અમદાવાદના સિંધુ ભવન રોડ પરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યાં હંમેશા લોકોથી ધમધમતા સિંધુભવન રોડ પર દિવાળીની રાત્રે નબીરા સ્કોર્પિયો ગાડી પર ચાલુ ગાડીએ ફટાકડા ફોડતા નજરે પડયા. વીડિયોમાં બે નબીરા ગાડીના બોનેટ પર બેઠા છે. જ્યારે ત્રણ દરવાજા પર લટકેલા છે. અને ગાડી પર ફટાકડાનું બોક્સ રાખ્યું છે. જેમાંથી ચાલુ ગાડીએ રોડ પર ફટાકડા ફોડ્યા હતા. આ દરમિયાન પોલીસની કામગીરી પર સવાલ ઉઠયા છે.

એક તરફ દિવાળીના તહેવાની ઉજવણી ચાલી રહી છે ત્યારે બીજી તરફ નબીરાઓ અને ભૂલેલા કેટલાક શખ્સોએ કારના બોનેટ પરથી ફટાકડા ફોડ્યા, રસ્તા પર મનફાવે તેમ તારમંડળો સળગાવ્યા. જેને લઈને રાહદારીઓને ભારે હળકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે બીજી તરફ નબીરાઓ પર પોલીસ શું કાર્યવાહી કરે છે ટે જોવાનું રહ્યું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT