ઇટાલીયાનો હુંકાર, મારુ નામ ગોપાલ છે અને કંસની ઓલાદથી ડરતો નથી   

ADVERTISEMENT

gopal italia
gopal italia
social share
google news
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યના રાજકારણમાં દરરોજ નવા-નવા વળાંકો આવી રહ્યા છે. આ દરમિયાન આજે ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો રહ્યો છે. AAP ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ PM વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આના આધારે રાષ્ટ્રીય મહિલા આયોગે ગોપાલ ઈટાલિયાને પૂછપરછ માટે આજે દિલ્હી બોલાવ્યા હતા. આજે દિલ્હીમાં મહિલા આયોગ સમક્ષ હાજર થયા હતા. તે દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી હતી અને પૂછપરછ બાદ  ગોપાલ ઈટાલિયાને મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે ઇટલીયાએ કહ્યું કે મને હજુ સુધી કોઈ નોટિસ મળી જ નથી.
વકીલને સાથે ન જવા દીધા
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાએ અટકાયત અંગે કહ્યું કે મને કોઈ જ નોટિસ હજુ સુધી મને મળી નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી મને નોટિસની ખબર પડી તેમ છતાં કાયદામાં માનનાર અમે હાજર થયા હતા.  મહિલા આયોગ સામે મારી વાત રાખવા માટે હું આવ્યો હતો.  ત્યાં પહોંચ્યા અને મારી સાથેના મારા વકીલને રોકવામાં આવ્યા.  મને રોકીને કહેવામાં આવ્યું તમારે એકલાએ જ આવવું પડશે. આમ વકીલને સાથે લઈ જવા દેવામાં આવ્યા ન હતા.
NCWનો રસ મણે ધમકાવવામાં હતો 
NCWના હેડની ઓડિસમાં ગોપાલ ઇટાલિયા પહોંચતાની સાથે કહેવામાં આવ્યું કે તારી ઓકાત શું છે આવું કહેવામાં આવ્યું હતું. ગોપાલ ઇટાલિયા એ કહ્યું કે, મને ખુબ ધમકાવાયો, ડરાવાયો. તુ શું સમજે છે. તને પોલીસ સ્ટેશને મોકલી દઇશ ત્યાર બાદ પોલીસને કમિશને બોલાવી લીધા શું વાત થઈ તેમની વચ્ચે એ મને તો કઈ જ ખબર નથી આ દરમિયાન કોઈ છોકરી સતત મારો વીડિયો લઈ રહી હતી. જેમને પૂછતાં કહ્યું કે ઓફિશિયલ છે તો કહે હા..મારે આની એક કોપી જોઈએ છે.  પછી બધા લોકો મળીને મને ધમકાવવા લાગ્યા. જે મામલે મણે લઈ જવામાં આવ્યો હતો રે મામલે કઈ કહેવામાં આવ્યું ન હતું. આ સમગ્ર ઘટનામાં નોટિસને લઈને મહિલા આયોગને કોઈ રસ નહતો. તેમનો રસ ફક્ત મને ધમકાવવા અને ગાળો આપવામાં હતો.
ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીમાં પાટીદાર સમાજ ભાજપની વિરુદ્ધમાં ઉભો થયો છો. ભાજપ પાટીદારોથી ખુબ નફરત કરે છે. પાટીદાર યુવાઓનો પર ભાજપે ગોળીઓ ચલાવી જે બચી ગયા તેવા હજારો યુવાનોને જેલમાં ભરીને કરિયર ખરાબ કર્યું. પણ પછી ભાજપને લાગ્યું કે આ પાટીદાર યુવાન ઈટાલિયા કેમ બચી ગયો.પાટીદાર સમાજથી ભાજપ નફરત કરી રહ્યાં છે એટલી હદે કે ગુજરાતથી મને ઉપાડી અને ઓખલા મોકલી દીધો. પૂરી ભાજપ મારી પાછળ પડી છે. હું શું છું. સામાન્ય યુવાન છું. ભાજપની માનસીકતાનું પ્રદર્શન થઈ રહ્યું છે. તે પાટીદારને નફરત કરે છે. મારુ નામ ગોપાલ છે. હું કંસની ઓલાદથી ડરતો નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT