સિગારેટ પીવા 20 રૂપિયા ન આપતા હત્યા, યુવકે કટરથી ગળું કાપતા ચકચાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદાઃ ગુજરાતમાં ઘણા ક્રાઈમના કિસ્સાઓ હચમચાવી નાખે તેવા હોય છે. આમાં હવે નાની વાતને લઈને મોટા ગુના આચરાતા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આવો જ કઈક નર્મદામાં બનાવ બન્યો છે. એક યુવકે મોઢામાં સિગારેટ રાખી હતી અને આધેડ વયની વ્યક્તિ પાસે 20 રૂપિયા માગ્યા હતા. જોકે વ્યક્તિએ ના પાડી દેતા તેણે જે કર્યું એને વાંચીને રૂંવાડા ઉભા થઈ જશે. જાણો ઘટના વિશે વિગતવાર…

સિગારેટ માટે રૂપિયા ન આપતા..
યુવકે આધેડ વયની વ્યક્તિ પાસે સિગારેટ પીવા માટે 20 રૂપિયા માગ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે યુવકના મોઢામાં સિગારેટ હતી. તેણે આના માટે વ્યક્તિ પાસે રૂપિયા માગ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જોકે આધેડ ઉંમરની વ્યક્તિએ યુવકને રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં તેના મોઢામાંથી સિગારેટ પણ ફેંકી દેતા હોબાળો થયો હતો.

સિગારેટ ફેંકતા હોબાળો થયો
યુવકના મોઢામાંથી સિગારેટ ફેંકી દેતા હોબાળો થયો હતો. ગુસ્સામાં આવીને આ યુવકે તાત્કાલિક કટર કાઢ્યું હતું. જોતજોતામાં તો તેણે આધેડનું ગળુ કાપીને હત્યા કરી દીધી હતી. આ સમગ્ર ઘટનાથી જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.

ADVERTISEMENT

With Input: નરેન્દ્ર પેપરવાલા

    follow whatsapp

    ADVERTISEMENT