IPL 2023: શુભમન ગિલે RCBના સપના પર પાણી ફેરવી દીધું, ગુજરાતની જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

બેંગ્લોર: શુભમન ગીલની સદીના કારણે ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે હરાવીને IPL 2023માંથી બહાર કરી દીધી. ગુજરાતે પાંચ બોલ બાકી રહેતા 198 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. વિરાટ કોહલીના અણનમ 101 રનના આધારે આરસીબીએ પાંચ વિકેટે 197 રન બનાવ્યા હતા. આ પરિણામ સાથે મુંબઈ ઈન્ડિયન્સે ચોથી ટીમ તરીકે પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે. આ સાથે સચિન તેંડુલકરે એક ટ્વીટ કર્યું છે.

સચિને ટ્વીટ કરીને શુભમનની કરી પ્રસંશા
આ ટ્વીટમાં સચિન શુભમન ગિલ મુંબઈ માટે રમતો હોવાનું લખી રહ્યા છે. તેમણે લખ્યું, કેમરોન ગ્રીન અને શુભમન ગિલે મુંબઈ ઈન્ડિયન્સ માટે સારી બેટિંગ કરી. વિરાટ કોહલીએ પણ બેક-ટુ-બેક 100 રન બનાવીને સારી ઈનિંગ્સ રમી. તમામની પોતાની સ્ટાઈર છે અને પોતાનો ક્લાસ છે. મુંબઈને પ્લોઓફમાં જોઈને ખૂબ આનંદ થાય છે.

ADVERTISEMENT

ગિલ અને શંકર વચ્ચે મેચ વિનિંગ પાર્ટનરશીપ
198 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાતે પ્રથમ ઓવર શાંતિથી રમી, પરંતુ પછીની ઓવરમાં વેઈન પાર્નેલને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. શુભમને બે ચોગ્ગા અને એક રિદ્ધિમાન સાહાએ ફટકાર્યો હતો. સાહા આગલી ઓવરમાં સિરાજને ચોગ્ગો ફટકારીને આઉટ થયો હતો. એક્સ્ટ્રા કવર પર મોટો શોટ મારવાના પ્રયાસમાં તે વેઇન પાર્નેલના હાથે કેચ થયો હતો. સાહાએ 14 બોલમાં 12 રન બનાવ્યા હતા. ત્યારબાદ ગિલ અને વિજય શંકર વચ્ચે બીજી વિકેટ માટે 123 રનની ભાગીદારીએ ગુજરાતની જીતનો પાયો નાખ્યો હતો. બંનેએ કોઈ જોખમ લીધા વિના શોટ રમ્યા અને પાવરપ્લેમાં ટીમે 51 રન બનાવ્યા. ત્યારબાદ ગિલે હાથ ખોલ્યા અને 29 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ પછી વિજયે 34 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા. આ દરમિયાન તેણે 109 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. શંકર અને ગિલે મળીને ટીમને 148 રન સુધી પહોંચાડી હતી.

RCBએ પ્રથમ બેટિંગ કરતા 197 રન બનાવ્યા હતા
બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ, RCBએ ફરી એકવાર સારી શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી. કોહલી અને ડુપ્લેસીએ ફરી એકવાર પાવરપ્લેમાં ટીમને કોઈ નુકસાન થવા દીધું ન હતું અને 62 રન જોડ્યા હતા. ડુપ્લેસીએ ત્રીજી ઓવરમાં મોહમ્મદ શમીને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારપછીની ઓવરમાં કોહલીએ યશ દયાલને ચાર ચોગ્ગા ફટકાર્યા. નૂર અહેમદે ગુજરાતને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે ડુપ્લેસીને રાહુલ તેવટિયાના હાથે કેચ કરાવ્યો. આરસીબીના કેપ્ટને 19 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 28 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલે આવતાની સાથે જ રન બનાવવાનો કરવાનો પ્રયાસ કર્યો અને એક ફોર અને સિક્સ ફટકારી. પરંતુ રાશિદની સ્પિને તેને બોલ્ડ કરી દીધો હતો.

ADVERTISEMENT

ADVERTISEMENT

દિનેશ કાર્તિક ફરી 0 પર આઉટ
મહિપાલ લોમરોર (1) કંઈ કરી શક્યો ન હતો અને નૂરની ઓવરમાં સ્ટમ્પ આઉટ થઈ ગયો હતો. માઈકલ બ્રેસવેલે 16 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 26 રન બનાવ્યા હતા અને કોહલી સાથે 47 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન કોહલીએ 35 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આરસીબીએ 14મી ઓવરમાં 132 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ ત્રણ બોલમાં બ્રેસવેલ અને દિનેશ કાર્તિક (0)ની વિકેટ ગુમાવી દેતાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.

કાર્તિક IPLમાં 17મી વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. કોહલીને અનુજ રાવતના રૂપમાં સારો પાર્ટનર મળ્યો. બંનેએ છેલ્લી ઓવરમાં ઝડપી રન બનાવ્યા અને 64 રનની ભાગીદારી કરી. કોહલીએ છેલ્લી ઓવરમાં સદી પૂરી કરી, જે તેની આ સિઝનમાં સતત બીજી અને એકંદરે સાતમી સદી હતી. રાવત 14 બોલમાં એક સિક્સર અને ફોર સાથે 23 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. ગુજરાત માટે નૂર અહેમદે ચાર ઓવરમાં 39 રન આપીને બે વિકેટ ઝડપી હતી. મોહિત શર્માનેએ તેની ચાર ઓવરમાં 54 રન આપ્યા.

    follow whatsapp

    ADVERTISEMENT