MI vs PBKS: ભારે રસાકસી વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર, છેલ્લી ઓવરમાં પંજાબની જીતનો હીરો બન્યો અર્શદીપ
મુંબઈ: IPL 2023ની રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 13 રને હરાવ્યું. 22 એપ્રિલ (શનિવાર)ના રોજ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈને જીતવા માટે 215 રનની…
ADVERTISEMENT
મુંબઈ: IPL 2023ની રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 13 રને હરાવ્યું. 22 એપ્રિલ (શનિવાર)ના રોજ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈને જીતવા માટે 215 રનની જરૂર હતી, પરંતુ તે છ વિકેટે 201 રન જ બનાવી શકી હતી. પંજાબની જીતનો હીરો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ હતો, જેણે છેલ્લી ઓવરમાં મુંબઈને જરૂરી 16 રન બનાવવા દીધા નહોતા.
મેચની છેલ્લી ઓવરમાં ટિમ ડેવિડે અર્શદીપ સિંહના પહેલા બોલ પર સિંગલ રન લીધો હતો. તિલક વર્મા બીજા બોલ પર કોઈ રન બનાવી શક્યો ન હતો, જ્યારે તે પછીના બોલ પર બોલ્ડ થયો હતો. અર્શદીપે ફરી નેહલ વાઢેરાને શિકાર બનાવ્યો. જે પછી મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લા બે બોલ પર 15 રન બનાવવાના હતા, જે અશક્ય હતું.
Nerves of steel!@arshdeepsinghh defends 16 in the final over and @PunjabKingsIPL register a 13-run win in Mumbai 👏👏
Scorecard ▶️ https://t.co/FfkwVPpj3s #TATAIPL | #MIvPBKS pic.twitter.com/twKw2HGnBK
— IndianPremierLeague (@IPL) April 22, 2023
ADVERTISEMENT
215 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી અને બીજી જ ઓવરમાં ઈશાન કિશનની વિકેટ ગુમાવી દીધી. ઈશાન મેથ્યુ શોટના હાથે અર્શદીપ સિંહે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી કેપ્ટન રોહિત શર્મા અને કેમરોન ગ્રીને બીજી વિકેટ માટે 76 રન પાર્ટનરશીપ થઈ. રોહિતે 27 બોલમાં 44 રનની ઇનિંગ રમી જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. રોહિત લિયામ લિવિંગસ્ટોનના હાથે કેચ એન્ડ બોલ્ડ થયો હતો.
રોહિતના આઉટ થયા બાદ ગ્રીન અને સૂર્યકુમાર યાદવ વચ્ચે 36 બોલમાં 75 રનની તોફાની ભાગીદારી થઈ હતી. ગ્રીને 67 રનની ઇનિંગ રમીને તેની IPL કારકિર્દીની બીજી અડધી સદી ફટકારી હતી. નાથન એલિસે ગ્રીનને સેમ કરાનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ગ્રીને 43 બોલની ઈનિંગમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ગ્રીન આઉટ થયો ત્યારે મુંબઈનો સ્કોર 15.3 ઓવરમાં ત્રણ વિકેટે 159 રન હતો.
ADVERTISEMENT
18મી ઓવરમાં સૂર્યકુમાર યાદવને ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે આઉટ કર્યો, જેના કારણે મેચ રોમાંચક બની ગઈ. સૂર્યાએ માત્ર 26 બોલમાં 57 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. મેચની છેલ્લી બે ઓવરમાં મુંબઈને જીતવા માટે 31 રન બનાવવાના હતા. નાથન એલિસની ઓવરમાં ટિમ ડેવિડ (25*) અને તિલક વર્માએ 15 રન બનાવ્યા, જેના કારણે અર્શદીપને છેલ્લી ઓવરમાં 16 રન બચાવવાની જરૂર હતી.
ADVERTISEMENT
પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરી
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી અને 18 રનના સ્કોર પર તેની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. મેથ્યુ શોર્ટ આઉટ થનાર પ્રથમ ખેલાડી હતો, જેને કેમરોન ગ્રીને આઉટ કર્યો હતો. આ પછી પ્રભસિમરન સિંહ અને અથર્વ તાયડે વચ્ચે 47 રનની ભાગીદારી થઈ હતી. અર્જુન તેંડુલકરે પ્રભસિમરન (26)ને આઉટ કરીને મુંબઈને બીજી સફળતા અપાવી.
કુરેન-હરપ્રીતે બેટિંગમાં કમાલ કરી
આ પછી પીયૂષ ચાવલાએ એક જ ઓવરમાં અથર્વ તાયડે (29) અને લિયામ લિવિંગસ્ટોન (10)ને આઉટ કરતા પંજાબનો સ્કોર ચાર વિકેટે 83 રન પર હતો. એવું લાગી રહ્યું હતું કે પંજાબની ટીમ 150 રન સુધી પણ પહોંચી શકશે નહીં, પરંતુ કેપ્ટન સેમ કરન અને હરપ્રીત સિંહ ભાટિયાના ઇરાદા અલગ હતા. બંને ખેલાડીઓએ 48 બોલમાં 92 રનની ભાગીદારી નોંધાવી હતી. આ દરમિયાન અર્જુન તેંડુલકરની એક ઓવરમાં હરપ્રીત-કરને 31 રન બનાવ્યા હતા.
હરપ્રીતે 28 બોલમાં 41 રનની ઇનિંગ રમી જેમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. તે જ સમયે, સેમ કરને 29 બોલમાં 55 રન બનાવ્યા હતા. કરને પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. જીતેશ શર્માએ પણ માત્ર સાત બોલમાં ચાર છગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા. આ તોફાની ઇનિંગ્સના કારણે પંજાબ કિંગ્સની ટીમે 20 ઓવરમાં આઠ વિકેટે 214 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT