Hurun India: મુકેશ અંબાણીનો દબદબો યથાવત...Reliance ફરી બની દેશની નંબર-1 કંપની
હુરુન ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સતત ત્રીજા વર્ષે સૌથી મૂલ્યવાન (વેલ્યૂએબલ) ફર્મ માનવામાં આવી છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
મુકેશ અંબાણીની રિલાયન્સનો દબદબો
સતત ત્રીજા વર્ષે રિલાયન્સ સૌથી વેલ્યૂએબલ ફર્મ
Hurunના રિપોર્ટમાં રિલાયન્સનું નામ ટોચ પર
Most Valuable Companies: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani)એ દબદબો યથાવત છે અને તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Ltd)એ ફરી એકવાર દેશની ટોચની કંપનીનો ખિતાબ પોતાના નામે કર્યો છે. એક્સિસ બેંકના પ્રાઈવેટ બેંકિંગ યુનિટ બર્ગન્ડી પ્રાઈવેટ (Burgundy Private) અને હુરુન ઈન્ડિયા (Hurun India)ના રિપોર્ટ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સતત ત્રીજા વર્ષે સૌથી મૂલ્યવાન (વેલ્યૂએબલ) ફર્મ માનવામાં આવી છે.
આ છે ટોપ - 3 વેલ્યૂએબલ કંપનીઓ
Burgundy Private and Hurun India 500 રિપોર્ટમાં મુકેશ અંબાણીની રિલાયન્સનું નામ ટોચ પર છે. આ રિપોર્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપિટલ (Reliance Market Cap) 15.6 લાખ કરોડ રૂપિયા જણાવવામાં આવ્યું છે અને આ આંકડા સાથે તે દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીમાં પ્રથમ સ્થાન પર છે. આ સિવાય રિલાયન્સ સાથે ડિમર્જર બાદ બનેલી અંબાણીની નવી કંપની Jio Financial Servicesએ 28મો રેન્ક હાંસલ કર્યો છે.
બીજા નંબરે TCS
ટોપ - 3 મોસ્ટ વેલ્યૂએબલ કંપનીઓમાં રિલાયન્સ બાદ ટાટા ગ્રુપની ટેક જાયન્ટ TCS 12.4 લાખ કરોડ રૂપિયાની બીજા સ્થાને છે, જ્યારે HDFC બેંક રૂ. 11.3 લાખ કરોડની માર્કેટ મૂડી સાથે ત્રીજા સ્થાને છે. એચડીએફસી બેંક વિશે, રેન્કિંગ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એચડીએફસી અને એચડીએફસી બેંકના મર્જર પછી આ બેંક 10 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપિટલને પાર કરનારી ભારતની ત્રીજી એન્ટિટી બની ગઈ છે.
ADVERTISEMENT
હરુનની લિસ્ટમાં આ નામ પણ છે સામેલ
જો વેલ્યુએશનની દ્રષ્ટિએ આ યાદીમાં સામેલ ટોપ-10 કંપનીઓ વિશે વાત કરીએ તો ICICI બેંક ચોથા સ્થાને છે, જેની માર્કેટ કેપિટલાઇઝેશન 6.47 લાખ કરોડ રૂપિયા છે. 5.71 લાખ કરોડ સાથે એનઆર નારાયણ મૂર્તિની ઇન્ફોસિસ પાંચમી સૌથી વેલ્યૂએબલ કંપની છે. સુનીલ મિત્તલની ભારતી એરટેલનું માર્કેટ કેપ રૂ. 5.55 લાખ કરોડ છે અને આ આંકડા સાથે તે છઠ્ઠા સ્થાને છે.
Kotak Bankની થઈ વાપસી
Hurun લિસ્ટમાં સાતમા નંબરે આઈટીસી (ITC)નું નામ સામેલ છે, જેનું માર્કેટ કેપ 5.36 લાખ કરોડ રૂપિયા છે. આ ઉપરાંત લાર્સન એન્ડ ટુબ્રો (L&T) રૂ. 4.02 લાખ કરોડના એમકેપ સાથે આઠમા સ્થાને, 3.43 લાખ કરોડના માર્કેટ કેપ સાથે HCL ટેક્નોલોજીસ (HCL Tech) નવમા સ્થાને છે અને કોટક મહિન્દ્રા બેંક રૂ. 3.41 લાખના વેલ્યૂ સાથે યાદીમાં દસમા સ્થાને છે.
ADVERTISEMENT
ADVERTISEMENT