મુકેશ અંબાણીએ ફરી કરી ટોપ-10 અમીરોમાં એન્ટ્રી, જાણો અદાણી સહિત બીજા અરબપતિઓની સ્થિતિ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં થોડા દિવસોથી ભારે ઉથલપાથલ ચાલી રહી છે. ખાસ કરીને ભારતીય ઉદ્યોગપતિઓ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિમાં આમાં ભારે ઉઠાલ પથલ જોવા મળી છે. અદાણી ગ્રૂપને લઈને અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટના કારણે અદાણી અમીરોની યાદીમાં ચોથા સ્થાને નથી, તો અંબાણી પણ ટોપ 10ની યાદીમાંથી બહાર થયા છે. હવે ફરી એકવાર મુકેશ અંબાણીએ મોટી છલાંગ લગાવી છે અને ટોપ-10 બિલિયોનર્સની યાદીમાં પ્રવેશ કર્યો છે.

ફોર્બના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની નેટવર્થમાં છેલ્લા 24 કલાકમાં એક અબજ ડોલરથી વધુનો ઉછાળો આવ્યો છે. સાથે જ અબજોપતિઓની 10 યાદી તેઓ ફરી એકવાર પાછા ફર્યા છે. 1.7 બિલિયન ડોલર (આશરે રૂ. 14,043 કરોડ) ના વધારા સાથે અંબાણીની નેટવર્થ 83.1 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. આટલી સંપત્તિ સાથે તે યાદીમાં દસમા સ્થાને પહોંચી ગયા છે.

આ કારણે ટોપ 10 માં ફરી પહોંચ્યા
છેલ્લા કેટલાક દિવસોથી, જ્યારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો હતો. ત્યારે મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ ઘટાડો થયો હતો.મુકેશ અંબાણી ટોપ-10 અમીરોની યાદીમાંથી બહાર થઈ ગયા હતા. મુકેશ અંબાણી 12માં નંબર પર આવી ગયા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં વધારાને કારણે તેમની સંપત્તિમાં પણ વધારો થયો છે.

ADVERTISEMENT

આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરમાં જોવા મળી તેજી
ગુરુવારે સ્થાનિક શેરબજારની શરૂઆત સાથે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર તેજી સાથે ખુલ્યા હતા. અને સમાચાર લખાય છે ત્યાં સુધી રૂ. 2,352.95ની સપાટીએ ટ્રેડ કરી રહ્યા હતા. શરૂઆતના વેપાર દરમિયાન કંપનીનો શેર રૂ. 2,368.30 સુધી ચઢ્યો હતો.

અદાણીએ કર્યું કમબેક
યુએસ સ્થિત રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટમાં ફસાયેલા અબજોપતિ ગૌતમ અદાણીને 24મી જાન્યુઆરીના રોજ જાહેર થયેલા રેપોર્ટમાં અદાણી ગ્રુપ પર સવાલ ઉઠાવતા અહેવાલની વિપરીત અસરને કારણે ભારે નુકસાન થયું છે. વર્ષની શરૂઆતમાં ટોપ-10 અબજપતિઓની યાદીમાં ચોથા સ્થાને પોતાનું વર્ચસ્વ જાળવી રાખનાર અદાણી થોડા દિવસોમાં 22મા સ્થાને પહોંચી ગયો છે. જો કે, છેલ્લા બે દિવસથી તેના શેરમાં તેજી જોવા મળી રહી છે. અદાણીએ ફરી કમબેક કર્યું છે. તે 60.6 બિલિયન ડોલર ની નેટવર્થ સાથે અબજોપતિઓની યાદીમાં 17મા નંબરે આવી ગયો છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: રાજ્યસભામાં PM મોદીનું ભાષણ શરૂ થતા જ હોબાળો, વિપક્ષે ‘મોદી-અદાણી ભાઈ-ભાઈ’ના નારા લગાવ્યા

ADVERTISEMENT

ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટ 210.5 બિલિયન ડોલરની નેટવર્થ સાથે બિલિયોનેર્સની યાદીમાં પ્રથમ નંબરે છે. એલોન મસ્ક 191.4 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. એમેઝોનના જેફ બેઝોસ 123.2 બિલિયન ડોલરની નેટવર્થ સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે. જ્યારે લેરી એલિસન 111.3 બિલિયન ડોલર સાથે ચોથા સ્થાને છે. વોરેન બફેટ 107.4 બિલિયનડોલરની કુલ સંપત્તિ સાથે પાંચમા નંબરે છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT