Mufti Salman Azhari: મૌલાના મુફ્તીની વધી મુશ્કેલીઓ, ભચાઉ કોર્ટમાંથી જામીન મળતા અરવલ્લી પોલીસે લીધો કબજો

ADVERTISEMENT

મોડાસામાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના વિરુદ્ધ કાર્યવાહી
મોડાસામાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના વિરુદ્ધ કાર્યવાહી
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

મોડાસા ખાતે મુફ્તી સલમાન દ્વારા ભડકાઉ ભાષણનો મામલો

point

મૌલાના મુફ્તી સલમાનનો અરવલ્લી પોલીસે લીધો કબજો

point

મૌલાના મુફ્તીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરાશે

Maulana Mufti Salman Azhari: જૂનાગઢ અને સામખીયાળીમાં ભડકાઉ ભાષણ આપવા મુદ્દે પોલીસના સકંજામાં આવેલા મૌલાના મુફ્તી સલમાન અઝહરી (Maulana Mufti Salman Azhari)ની ફરી મુશ્કેલી વધી છે. સામખીયાળીમાં ભડકાઉ ભાષણ આપવા મામલે મૌલાના મુફ્તી સલમાન અઝહરીના ભચાઉ કોર્ટે જામીન મંજૂર કર્યા બાદ હવે અરવલ્લી પોલીસે મૌલાના મુફ્તીનો કબજો લીધો છે. ભડકાઉ ભાષણ આપવા મામલે મૌલાનાને અરવલ્લી પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરાશે અને રિમાન્ડની માંગ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે,  ગુજરાતમાં મૌલાના વિરુદ્ધ ત્રણ ફરિયાદ (જૂનાગઢ, કચ્છ અને અરવલ્લી)  નોંધાઈ ચૂકી છે. 

 

ડિસેમ્બરમાં આપ્યું હતું મૌલાનાએ ભાષણ

 

ADVERTISEMENT

ભડકાઉ ભાષણ આપવા મુદ્દે મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. અરવલ્લી પોલીસે મૌલાના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગુજરાતમાં આ મૌલાના વિરુદ્ધ ત્રીજી ફરિયાદ નોંધાઈ છે. 24 ડિસેમ્બર 2023ના રોજ ભડકાઉ ભાષણ આપવા મામલે આ કેસ નોંધવામાં આવ્યો છે. ભચાઉ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા બાદ અરવલ્લી પોલીસે મૌલાના મુફ્તીનો કબજો લીધો છે. 

 

ADVERTISEMENT

જૂનાગઢમાં ભાષણનો વીડિયો વાઈરલ થયો હતો

 

ADVERTISEMENT

નોંધનીય છે કે, જૂનાગઢમાં એક ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં નફરત ભર્યું ભાષણ આપ્યું હતું. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી મૌલાના મુફ્તી અને કાર્યક્રમના સ્થાનિક આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા સામે FIR નોંધવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ખુદ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો. અઝહરી સહિત ત્રણ લોકો વિરુદ્ધ જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ હતી. મૌલાના સામે IPCની કલમ 153 B અને 505 (2) અંતર્ગત કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી હતી.

 

કચ્છમાં પણ નોંધાયો છે મૌલાના સામે કેસ

 

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખીયાળી ખાતે ગત 31મી જાન્યુઆરીના રોજ એક ધાર્મિક કાર્યક્રમમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી (Mufti Salman Azhari)એ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પણ મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. સામખીયાળીમા યોજાયેલ કાર્યક્રમમાં સલમાન અઝહરી દ્વારા ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. જે બાદ પોલીસે વીડિયો સહિતના પુરાવા એકઠા કર્યા હતા. આ મામલે સામખીયાળી પોલીસ મથકે આયોજક મામદખાન મુર અને મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ફરિયાદ નોંધાઈ હતી. 

    follow whatsapp

    ADVERTISEMENT