અટલ બિહારીથી લઈને સુષ્મા સ્વરાજ સુધી... MPની આ સીટ પરથી જીતી ચૂક્યા છે ભાજપના અનેક દિગ્ગજો, હવે શિવરાજસિંહ પર દાવ
Loksabha Elections BJP List: ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટે તેની પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
ભાજપે પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોની જાહેરાત કરી
MPની 29માંથી 24 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત
શિવરાજ સિંહ ચૌહાણને પણ ભાજપે ઉતાર્યા મેદાનમાં
Loksabha Elections BJP List: ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટે તેની પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જેમાં મધ્યપ્રદેશની 29માંથી 24 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે મધ્ય પ્રદેશમાં સૌથી વધુ ચર્ચા પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan)ના નામની હતી કે તેઓને ક્યાંથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવશે. લિસ્ટ આવ્યા બાદ હવે એ ફાઈનલ થઈ ચૂક્યું છે કે શિવરાજ તેમની જૂની સીટ પરથી જ મેદાનમાં ઉતરશે, જ્યાંથી તેઓ 5 વખત ચૂંટણી જીતીને સંસદમાં જઈ ચૂક્યા છે.
આ બેઠક પર જીતી ચૂક્યા છે અનેક દિગ્ગજો
ભાજપે વિદિશા સીટ (Vidisha Seat) પર શિવરાજ સિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. સાંસદની આ બેઠક ભાજપ-જનસંઘનો ગઢ માનવામાં આવે છે. આ સીટ પર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ (Sushma Swaraj) જેવા દિગ્ગજ નેતાઓ જીતી ચૂક્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ પોતે વિદિશા સીટ પરથી પાંચ વખત ચૂંટણી જીત્યા છે.
ટિકિટ મળ્યા બાદ શિવરાજ સિંહે શું કહ્યું?
તેમના નામની જાહેરાત થતા જ શિવરાજ સિંહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના લોકોના દિલમાં વસે છે. ભાજપ રાજ્યની તમામ 29 બેઠકો જીતશે. અમે બધા સાથે મળીને ચૂંટણી લડીશું. પીએમ મોદીના નારાને પુનરોચ્ચાર કરતા તેમણે કહ્યું કે એક બાર ફીર મોદી સરકાર, અબ કી બાર 400 પાર.
ADVERTISEMENT
અટલ બિહારી પણ વિદિશાથી લડ્યા હતા ચૂંટણી
શિવરાજ સિંહ ચૌહાણ 1991થી સતત વિદિશા સીટ પરથી ચૂંટણી જીતી રહ્યા હતા. તે પછી જ્યારે તેઓ 2005માં રાજ્યના મુખ્યમંત્રી બન્યા, ત્યારબાદ તેમણે બુધનીથી વિધાનસભાની ચૂંટણી લડી. બુધની વિધાનસભા ક્ષેત્ર પણ વિદિશા લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. અટલ બિહારી વાજપેયી (1991), સુષ્મા સ્વરાજ (2009 અને 2014)આ બેઠક પર જીત્યા હતા. પત્રકાર રામનાથ ગોએન્કા પણ 1971માં ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
કઈ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી?
ભાજપે 29માંથી 24 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આ સિવાય ઉજ્જૈન, ઈન્દોર, છિંદવાડા, ધાર અને બાલાઘાટ સીટોને હોલ્ડ પર રાખી છે. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી મોહન યાદવ ઉજ્જૈનથી છે. આ સીટ એમપીની સૌથી વધુ વીવીઆઈપી સીટ રહી છે. છિંદવાડા પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા કમલનાથનો ગઢ રહ્યો છે અને 2014-19માં મોદી લહેર હોવા છતાં કમલનાથના પુત્ર નકુલનાથે આ સીટ જીતી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT