અનાથ બાળકોને લઈ સાંસદ મસુખ વસાવા મેદાને, સત્રમાં ઉઠાવ્યો મુદ્દો
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સંસદના શિયાળુ સત્ર દરમિયાન દેશના અનાથ બાળકો મુદ્દે રજુઆત કરી…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સંસદના શિયાળુ સત્ર દરમિયાન દેશના અનાથ બાળકો મુદ્દે રજુઆત કરી હતી.એમણે સંસદમાં દેશ ભરમાં અનાથ બાળકોને વધતી સંખ્યા બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું, સાથે સાથે એમણે સરકારને રજૂઆત કરી હતી કે દેશમાં અનાથ બાળકોના કલ્યાણ માટે પગલાં લેવા અત્યંત જરૂરી છે.
હાલ લોકસભાની અંદર શિયાળું સત્ર ચાલી રહ્યું છે જેમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સંસદમાં જણાવ્યું હતું કે દેશમાં અનાથ બાળકોને નાગરિક અધિકારો પ્રદાન કરવાની જરૂરિયાત તરફ હું સરકારનું ધ્યાન દોરવા માંગુ છું.સરકાર જાણે છે તેમ, ‘અનાથ’ શબ્દની વિવિધ વ્યાખ્યાઓ છે, સામાજિક રીતે અનાથ એવા બાળકો છે કે જેઓ અત્યંત ગરીબી, શારીરિક શોષણ અને ત્યજી દેવાના કારણે સંભાળ રાખી શકતા નથી.
20 મિલિયન બાળકો અનાથ
યુનિસેફના અગાઉના સર્વે મુજબ, વિશ્વમાં લગભગ 20 મિલિયન અનાથ બાળકો છે અને એમાંથી 4 ટકાથી વધુ વસ્તી ભારતમાં છે.ઘણા બાળકોના માતા-પિતા નથી અને અસંખ્ય બાળકોને તેમના પરિવારોએ ત્યજી દીધા છે અને શેરીઓમાં રખડ્યા છે.અનાથ બાળકોનો કોઈ સામાજિક દરજ્જો નથી અને દેશમાં તેમના માટે કોઈ રક્ષણાત્મક તંત્ર અસ્તિત્વમાં નથી.તેઓ સમાજમાં અત્યંત જોખમી વાતાવરણમાં રહે છે. આ સંદર્ભે, હું સરકારને વિનંતી કરું છું કે અનાથ બાળકોને નાગરિક અધિકારો તેમજ સલામત વાતાવરણ આપવા માટે, રાજ્ય સરકારો સાથે વિલંબ કર્યા વિના તેમને મુખ્ય પ્રવાહમાં જવા માટેના તમામ સરકારી પ્રયાસો કરવા જોઈએ.
ADVERTISEMENT
અનાથ બાળકો સંવેદનશીલ મુદ્દો
દેશ ભરની મેગા સિટીમાં ટ્રાફિક સિગ્નલ પર આપણે જાહેરમાં ભીખ માંગતા ઘણા બાળકોને જોઈએ છીએ.બાળકો કેમ ભીખ માંગી રહ્યા છે, તેઓ એમના પરિવાર સાથે રહે છે કે નહી, એમની સાર સંભાળ કોણ રાખતું હશે, સહીતના અનેક પ્રશ્નો સમાજ સેવાની વાતો કરતા કહેવાતા સમાજસેવકો અને રાજકીય નેતાઓને ઉપસ્થિત નહિ થતા હોય. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જેમણે અનાથ બાળકોની ચિંતા કરી સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો જે ખૂબ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ મુદ્દો છે.
ADVERTISEMENT