સાંસદ ગીતાબેન રાઠવાએ કવાટ ખાતે કર્યું મતદાન, તમામ બેઠકો જીતનો આશાવદ વ્યક્ત કર્યો
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારી ચાલી રહી હતી આજે બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. બીજા તબક્કાની…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારી ચાલી રહી હતી આજે બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણી માટે 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણી માટે 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાને ઉતારી ચૂક્યા છે. જેમાંથી 764 પુરૂષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવાર ચૂંટણીના મેદાને છે. આ ઉપરાંત બંને તબક્કાનું મતદાન નક્કી કરશે કે ગુજરાતની સત્તાનું સિંહાસન કોણ સંભાળશે. ત્યારે આજે સાંસદ ગીતાબેન રાઠવાએ કવાટ ખાતે ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં મતદાન કર્યું છે. મતદાન બાદ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે પૂર્ણ થવાના આરે છે. બીજા અને અંતિમ તબક્કાના મતદાન માટેનો સમય પણ પૂરો થવા આવ્યો છે ત્યારે સાંસદ ગીતાબેન રાઠવાએ કવાટ ખાતે ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં મતદાન કર્યું છે. મતદાન બાદ છોટાઉદેપુર જિલ્લાની તમામ બેઠકો જીતનો આશાવદ વ્યક્ત કર્યો છે. સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું કે, તેઓના મત વિસ્તારમાં આવતી તમામ બેઠકો જીતીશું.
ત્રણ બેઠકો પરનું આટલું મતદાન
હાલ છોટાઉદેપુર જિલ્લામાં મતદારો ભારે મતદાન કરી રહ્યા છે. છોટા ઉદેપુર જીલ્લાની ત્રણ વિધાનસભાનું 11 વાગ્યા સુધી નું મતદાન. 22.35% છે. જેમાં છોટા ઉદેપુર બેઠક પર 19.47 % મતદાન થયું છે. જેતપુર બેઠક પર 23.16 % મતદાન થયું છે. સંખેડા.બેઠક પર 27.35 % મતદાન થયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT