શુક્રવારે તમારી મનપસંદ ફિલ્મ માત્ર 75 રૂપિયામાં જોઈ શકશો, જાણો તમામ પ્રોસેસ વિશે
દિલ્હીઃ મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા 23 સપ્ટેમ્બરે નેશનલ સિનેમા ડે ઉજવવામાં આવી રહ્યો છે. આ ઈવેન્ટની ઉજવણી દરમિયાન દર્શકો માત્ર 75 રૂપિયામાં મૂવી ટિકિટ્સ…
ADVERTISEMENT
દિલ્હીઃ મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા 23 સપ્ટેમ્બરે નેશનલ સિનેમા ડે ઉજવવામાં આવી રહ્યો છે. આ ઈવેન્ટની ઉજવણી દરમિયાન દર્શકો માત્ર 75 રૂપિયામાં મૂવી ટિકિટ્સ ખરીદી શકશે અને સિનેમા પ્લેક્સમાં ચાલી રહેલી ફિલ્મને નિહાળી શકશે. ઉલ્લેખનીય છે કે અગાઉ આની ઉજવણી 16 સપ્ટેમ્બરે કરવામાં આવવાની હતી, પરંતુ ઘણા કારણો સર MIA દ્વારા આની તારીખ લંબાવી દેવામાં આવી છે. હવે 23 સપ્ટેમ્બરના દિવસે આ દિવસ ઉજવાશે.
નેશનલ સિનેમા દિવસ નિમિત્તે ઉજવણી
16 સપ્ટેમ્બરે નેશનલ સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવવાની હતી, પરંતુ સ્ટેક હોલ્ડર્સના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આને 23 સપ્ટેમ્બર સુધી ખેંચાયો છે. ઉલ્લેખનીય છે કે આ દિવસે ફિલ્મોને માત્ર 75 રૂપિયામાં જ દર્શકો જોવા જઈ શકશે. આની સાથે કુલ 4 હજાર સ્ક્રિન દ્વારા ઓફર કરાઈ છે.
ઓનલાઈન ટિકિટ બુક કરી શકાશે
ADVERTISEMENT
- INOX, PVR, Carnival, Movie Time, M2K, Cinepolis, Miraj, Citypride, Asia, Mukta A2, Wave, અને Delite જેવા મૂવિપ્લેક્સમાં આ ફિલ્મો રિલિઝ થઈ શકશે.
- ઉપરોક્ત મૂવિપ્લેક્સની વેબસાઈટ પર જવાનું
- શહેર અને મૂવી પસંદ સિલેક્ટ કરો
- તમારી મનપસંદ મૂવીને સર્ચ કરી તેમા ટિકિટ બૂક કરાવવાની રહેશે
ADVERTISEMENT