મોરબીમાં માતમ: સ્મશાન અને કબ્રસ્તાનના ભયાનક દ્રશ્ય, અંતિમવિધિ માટે પણ વેઇટિંગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી: ગુજરાતી નવા વર્ષના પ્રારંભે રવિવારે મોરબીની દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશના લોકોની આંખમાં આંસુ લાવી દીધા છે. જે મોરબી મચ્છુ હોનારતને માંડ માંડ ભૂલી આગળ વધવા લાગ્યું હતું. તહેવારોની ગુંજથી ગુંજતું હતું તે મોરબી નવા વર્ષની હજુ ઉજવણી કરી રહ્યું હતું. નવા વર્ષને હજુ એક સપ્તાહ પણ થયું ન હતું ત્યાં જે મોરબી તહેવારોની ગંજથી ગુંજતું હતું તેજ શહેરમાં મોતની ચીસો સંભળાવવા લાગી હતી. પુલ તૂટતાં અત્યારસુધીમાં 135 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો વધી રહ્યો છે. સ્મશાન હોય કે કબ્રસ્તાન, જ્યાં જુઓ ત્યાં મૃતદેહોને પરિવારજનો અંતિમવિધિ માટે લાવે છે. મોરબીમાં મૃત્યુ બાદ અંતિમ વિધિમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. અંતિમવિધિ માટે પણ વેઇટિંગની સ્થિતિ છે.

મોરબીમાં મચ્છુ નદી ફરી એક વખત મોતની નદી પુરવાર થઈ છે. મોરબીના ઐતિહાસિક પુલ પરથી લોકો મોતના મુખમાં જતાં હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન 135 લોકોના મૃત્યુ થયા છે. મોરબીના સ્મશાનો અને કબ્રસ્તાનોમાં એક બાદ એક મૃતદેહ લઈ આવવામાં આવી રહ્યા છે. ઝૂલતા પુલે મચ્છુ હોનારત અને કોરોનાની યાદ આપવી છે. હાલમાં લીલાપર રોડ, સામાકાંઠા, વિશિપરા નદી સ્મશાન અને સતવારા સમાજ સંચાલિત સ્મશાન ગૃહમાં અંતિમવિધિ માટે સવારથી મોટી સંખ્યામાં પરિવારજનો પોતાના મૃતક પામેલા સ્વજનોને અંતિમ વિદાય આપવા લાવી રહ્યા છે.જ્યારે મોરબીના કબ્રસ્તાનમાં 150 લોકોની ટીમ એકસાથે 36 દફનવિધિ ઘર તૈયાર કરી રહ્યા છે. દુર્ઘટનાની જાણ થઈ ત્યાર બાદ કબર બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ આંકમાં સતત વધારો
મોરબી માટે મચ્છુ ફરી મોત બની મંડરાઇ અને ફરી મોરબીને ચોધાર આંસુએ રડાવ્યું છે. તહેવાઓની ગુજથી ગુંજતા મોરબીમાં અચાનક મોતની ચીસો સાંભળાવા લાગી. મોરબીમાં થયેલ દુર્ઘટનામાં 135 લોકોના મૃત્યુ થયા છે. જેમાં 56 બાળકો 79 પુખ્ત વયના લોકોનો સમયવેશ થાય છે. 135 મૃતકો પૈકી 107 નાગરિકો મોરબીના સ્થાનિક રહેવાસી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT