ભૂકંપ બાદ કાટમાળ વચ્ચેથી કિલકારી ગુંજી, પ્રસવની પીડામાં જ માતાનું મોત, કલાકો બાદ બાળકી જીવતી બહાર નીકળી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સીરિયા: તુર્કી અને સીરિયામાં ભૂકંપમાં મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 8000 જેટલા લોકોના મોત આ ભૂકંપમાં થઈ ગયા છે અને હજુ પણ કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યા છે. જ્યારે 34,810 જેટલા લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. આ વચ્ચે તુર્કીમાં એક કંપાવી નાખતો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક માતાએ બાળકીને જન્મ આપતા જ દેહ ત્યાગ કરી દીધો. રેસ્ક્યૂ ટીમને કાટમાળ વચ્ચેથી કલાકો બાદ જીવતા બાળકી મળી આવી.

પ્રસવની પીડામાં મહિલા કાટમાળમાં દટાઈ
તુર્કી અને સીરિયામાં ભૂકંપથી ભારે તબાહી મચી છે. ભૂકંપમાં ઘણી બિલ્ડીંગો ધરાશાયી થઈ ગઈ છે. ત્યારે સીરિયામાં એક પ્રેગ્નેટ મહિલા બિલ્ડીંગના કાટમાળમાં દટાઈ ગઈ હતી. ભૂકંપ વખતે જ મહિલાને પ્રસવની પીડા ઉપડી હતી. જોકે તે હોસ્પિટલ પહોંચી શકે તે પહેલા જ બિલ્ડીંગ ધરાશાયી થઈ ગઈ અને કાટમાળમાં તે દબાઈ ગઈ. જોકે મૃત્યુ પહેલા તેણે બાળકીને જન્મ આપ્યો હતો અને બાદમાં તેનું મોત થઈ ગયું.

ADVERTISEMENT

બાળકીને જન્મ આપી માતાનું મોત
ટ્વીટર પર વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, વીડિયો સીરિયાના અલેપ્પોનો હોવાનું કહેવાય છે. રેસ્ક્યુ ટીમ બિલ્ડીંગના કાટમાળમાંથી જીવતા લોકોને બચાવી રહી છે. દરમિયાન તેમને નવજાત બાળકીના રડવાનો અવાજ આવે છે. જે બાદ તેને બહાર કાઢવામાં આવે છે. બચાવકર્મીઓ બાળકીને સુરક્ષીત બહાર કાઢીને લઈ જાય છે, જ્યારે તેની માતાનું મોત થઈ ગયું હતું. જોકે સારી વાત એ છે કે બાળકીની સ્થિતિ સારી છે.

    follow whatsapp

    ADVERTISEMENT