Delhi ના અલીપુર અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધ્યો, 11 લોકોના દર્દનાક મોત; ભયાનક વીડિયો સામે આવ્યા
દિલ્હીના અલીપુર માર્કેટમાં ગુરુવારે સાંજે એક કલરની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
દિલ્હીમાં એક કલરની ફેક્ટરીમાં લાગી હતી ભીષણ આગ
આ દુર્ઘટનામાં 11 લોકોના નીપજ્યાં કમકમાટીભર્યા મોત
ફાયર બ્રિગેડની 22 ગાડીઓએ આગ પર મેળવ્યો કાબૂ
Fire incident in delhi : દિલ્હીના અલીપુર માર્કેટમાં ગુરુવારે સાંજે એક કલરની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. દુર્ઘટના સમયે ખૂબ જ સાંકડા વિસ્તારમાં આવેલી આ ફેક્ટરીમાં કામદારો કામ કરી રહ્યા હતા અને આગ લાગ્યા બાદ બહાર નીકળી શક્યા નહતા. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 11 પર પહોંચ્યો છે. આગ એટલી ભયાનક હતી કે જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી. આગ લાગતા જ આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
મૃતકોની નથી થઈ શકી ઓળખ
કલરની ફેક્ટરીમાં ભીષણ આગ લાગ્યા બાદ આસપાસની દુકાનો અને કેટલાક મકાનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. એવી આશંકા છે કે શ્રમિકો સિવાય પણ કેટલાક લોકોના મૃત્યુ થયા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. મોડી રાત સુધી આગ ઓલવવાની કામગીરી ચાલુ રહી હતી અને સવારે ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી હતી.
Delhi | Case registered at Alipur PS after a fire broke out at a paint factory yesterday killing 11 people including a woman.4 people have suffered injuries, including a Police constable. Further investigation underway: Delhi Police https://t.co/p0yQOH53ES
— ANI (@ANI) February 16, 2024
ફાયર બ્રિગેડની 22 ગાડીઓએ આગ પર મેળવ્યો કાબૂ
ફાયર બ્રિગેડની ગાડીઓ આવે તે પહેલા આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે અલીપુરની બજારમાંથી પણ ઉંચી જ્વાળાઓ દેખાતી હતી. આગ લાગ્યા બાદ ધુમાડાના ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂર સુધી જોઈ શકાતા હતા. આગની ઘટના બાદ ધુમાડાના કારણે આસપાસના મકાનોમાં રહેતા લોકો બેભાન થઈ ગયા હતા. નજીકની ઇમારતમાંથી ત્રણ લોકોને પણ LNJP હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
Delhi: Death toll in Alipur market fire rises to 11, 4 including police constable injured
— ANI Digital (@ani_digital) February 16, 2024
Read @ANI Story | https://t.co/0UWrNEXWr3#Fire #Delhi #Police pic.twitter.com/bNiJI9fRXI
પેઈન્ટ ફેક્ટરીમાંથી કુલ 11 મૃતદેહો મળી આવ્યા
ફાયર બ્રિગેડની 22 ગાડીઓએ કલાકોની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે, પરંતુ અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થઈ ચૂક્યા હતા. ફેક્ટરી સોનીપતના રહેવાસી અશોક જૈનના પુત્ર અખિલ જૈન દ્વારા ચલાવવામાં આવી રહી હતી. NDRF અને ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગારી હાથ ધરી હતી. પેઈન્ટ ફેક્ટરીમાંથી કુલ 11 મૃતદેહો મળી આવ્યા છે, જેમાં 10 પુરૂષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT