કેજરીવાલને પત્નીથી વધુ આ વ્યક્તિ લખે છે લવ લેટર, જાણો શું છે મામલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચૂંટણી માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના વચ્ચે સતત વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ હવે જગ જાહેર થયો છે. આ મામલે સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર પર નિશાન સાધી કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે, પત્ની કરતાં લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના તેમને લવ લેટર વધુ લખે છે.

જાણો શું લખ્યું ટ્વિટમાં
એલજી સાહેબ મને રોજ જેટલો ઠપકો આપે છે એટલો ઠપકો મારી પત્ની પણ મને નથી આપતી. છેલ્લા છ મહિનામાં મારી પત્નીએ મને જેટલા લવ લેટર નથી લખ્યા એટલા લવ લેટર એલજી સાહેબે લખ્યા છે. એલજી સાહેબ, થોડા ચીલ કરો. અને તમારા સુપર બોસને પણ કહો, થોડા ચીલ કરે.

ADVERTISEMENT

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના વચ્ચેની તકરાર પૂરી થવાનુ નામ નથી લઈ રહી. આ તકરાર હવે જગ જાહેર થવા લાગી છે. તાજેતરમાં અરવિંદ કેજરીવાલ ગુજરાતના ચૂંટણી પ્રવાસે હતા ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં લખ્યું હતું કે ગાંધી જયંતિના અવસર પર દિલ્હીના મુખ્યમંત્રી કે દિલ્હી સરકારના કોઈપણ મંત્રી રાજઘાટ આવ્યા ન હતા. લાલ બહાદુર શાસ્ત્રીની સમાધિ પર CM કેજરીવાલ કે અન્ય કોઈ મંત્રી આવ્યા ન હતા. આ ઘટના બાદ કેજરીવાલે રમૂજમાં લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના અને સરકાર પર કટાક્ષ કર્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT