BREAKING: એક જ હોસ્ટેલની 60 યુવતીઓના નહાતા સમયનાં MMS વાઈરલ, સાથી વિદ્યાર્થીનીએ ઉતાર્યા વીડિયો..

ADVERTISEMENT

gujarattak
social share
google news

ચંદીગઢઃ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ 60થી વધુ સાથી યુવતીઓના બાથરૂમના અંગત વીડિયો વાઈરલ કરી દેતા હોબાળો મચી ગયો છે. પ્રાઈવેટ યૂનિવર્સિટીમાં મોડી રાતે આ ઘટના સામે આવતા યુવતીઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. હોસ્ટેલની એક વિદ્યાર્થીનીએ શિમલામાં રહેતા દોસ્તને 60થી વધુ છાત્રાઓના ક્લોથ એક્સેન્જ રૂમ અને બાથરૂમના અંગત વીડિયો ઉતારી શેર કર્યા હતા. ત્યારપછી બંનેએ મળીને તેને વાઈરલ કરી દેતા હોબાળો મચી ગયો છે.

આરોપી યુવતી અંગત પળોના વીડિયો બનાવતી…
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે યૂનિવર્સિટીની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીની દરરોજ હોસ્ટેલમાં રહેતી અન્ય યુવતીઓનો વીડિયો બનાવતી હતી. તે કપડાં બદલતી વખતે કે બાથરૂમમાં જ્યારે યુવતીઓ હોય તે સમયે વીડિયો બનાવતી હતી. ત્યારપછી આરોપી યુવતી તેના મિત્રને આ ક્લિપ સેન્ડ કરી દેતી હતી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી હોસ્ટેલની મોટાભાગની યુવતીઓને આ અંગે જાણ થઈ હતી. જેના કારણે વધુ તપાસ કરતા શનિવારે આરોપી યુવતીને અન્ય વિદ્યાર્થીનીએ વીડિયો ઉતારતા દબોચી લીધી હતી.

ADVERTISEMENT

આરોપી યુવતીની પૂછપરછમાં થયો ઘટસ્ફોટ
યૂનિવર્સિટીના સ્ટૂડેન્ડ વેલફેર ઓફિસરે જણાવ્યું કે કોઈપણ વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો નથી. માત્ર એક યુવતીને આ ઘટના અંગે જાણ થતા બેભાન થઈ ગઈ હતી. જેને અત્યારે હોસ્પિટલ સારવાર માટે ખસેડી દેવામાં આવી છે. આ અંગે મોહાલીના DSP કૌરે જણાવ્યું કે અત્યારે FIR નોંધવામાં આવી છે. આ મુદ્દે ઘણા પુરાવાઓ એકઠા કરાઈ રહ્યા છે. અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ વિદ્યાર્થીની શિમલામાં રહેતા કોઈ મિત્રને વીડિયો મોકલી રહી હતી. અમે હજુ વિગતવાર તપાસ હાથ ધરી રહ્યા છીએ.

https://twitter.com/yogitabhayana/status/1571245308335755266

ADVERTISEMENT

હોસ્ટેલની યુવતીઓએ હોબાળો મચાવ્યો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જ્યારે વિદ્યાર્થીઓને ખબર પડી કે તેમની અંગત ક્ષણોના વીડિયો ઓનલાઈન વાઈરલ થઈ ગયા છે, ત્યારે તેમને મોટો આઘાત લાગ્યો હતો. વળી આરોપી પાસેથી ઘણા બધા તેમના વીડિયો જોયા બાદ એક વિદ્યાર્થીની બેભાન થઈ ગઈ હતી. જ્યારે કેટલીક યુવતીઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે ત્યારપછી હોસ્ટેલની તમામ યુવતીઓએ વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું છે. અત્યારે પોલીસ ઘટનાસ્થળે આવીને તપાસ કરી રહી છે.

ADVERTISEMENT

પંજાબ, હિમાચલ, હરિયાણાની યુવતીઓ અભ્યાસ અર્થે આવતી

  • આ યૂનિવર્સિટીમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલના સ્ટુડન્ટ્સ અભ્યાસ કરી રહ્યા છે.
  • આરોપી વિદ્યાર્થીની MBAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.
  • એક વિદ્યાર્થીની બેભાન થઈ ગઈ છે, અન્ય વિદ્યાર્થિનીઓને ડિહાઈડ્રેશનની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT