વલસાડમાં ન્યૂયર પહેલા 500 દારૂડિયા ઝડપાયા, પોલીસ સ્ટેશનમાં જગ્યા ખૂટી પડી, બહાર મંડપ બાંધવો પડ્યો
કૌશિક જોશી/વલસાડ: નવા વર્ષ 2023ને આવકારવા અને 31st પાર્ટી માટે દમણ આવતા લોકો માટે વલસાડ જિલ્લાની પોલીસ પીધેલાનું વેલકમ કરવા માટે તૈયાર થઈ ગઈ છે.…
ADVERTISEMENT
કૌશિક જોશી/વલસાડ: નવા વર્ષ 2023ને આવકારવા અને 31st પાર્ટી માટે દમણ આવતા લોકો માટે વલસાડ જિલ્લાની પોલીસ પીધેલાનું વેલકમ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. ન્યૂયર પહેલા દમણથી ગુજરાતની બોર્ડર ઉપર બ્રેથ એનેલાઇઝર મશીનથી ચેકિંગ કરીને દારૂ પીધેલા પકડવા માટે પોલીસ કાર્ય હાથ ધર્યું છે. જેમાં ગુજરાતમાં દારૂ પીને પ્રવેશ કરતા લોકોની સંખ્યા અત્યાર સુધી 500 થી વધુ થઈ ગઈ છે. દારૂડિયાઓને રાખવા માટે પોલીસ સ્ટેશનમાં જગ્યા ખૂટી પડતા વાપી પોલીસ સ્ટેશન બહાર એક માંડવો બાંધવો પડ્યો છે.
વલસાડ જિલ્લા પોલીસે 32 ચેકપોસ્ટ બનાવી
દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષના છેલ્લા દિવસે પાર્ટી કરીને દમણથી ગુજરાત વાપી, પાતળીયા, કચીગામ જેવા વિસ્તારમાં આવેલા ચેક પોસ્ટ ઉપર પોલીસ દ્વારા ભારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચકાસણી હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં પ્રવેશ કરતા દારૂડિયાઓને પકડવા વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાએ પોલીસ વિભાગની ટીમ બનાવીને કુલ 32 ચેકપોસ્ટ બનાવીને નશો કરીને ગુજરાતમાં પ્રવેશ કરતા લોકોને પકડી રહી છે.
ADVERTISEMENT
સીસીટીવી કેમેરાથી લોકો પર નજર
તેમજ દરેક પ્રવેશ દ્વાર ઉપર સીસીટીવી કેમેરાની પણ મદદ લઈને આવતા જતા લોકો ઉપર નજર રાખવામાં આવી રહી છે. અંતરિયાળ વિસ્તારમાં પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવીને બાજ નજર રાખવામાં આવી રહી છે. વલસાડ જિલ્લા પોલીસ વડા દ્વારા હ્યુમન ઈન્ટેલિજન્સ, અને સોશિયલ મીડિયા ટીમો પણ કાર્યરત કરાઈ છે. ત્યારે બીજી તરફ તમામ પકડાયેલા લોકોનું કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યું છે. જોકે દારૂ પીધેલા લોકોની સંખ્યા વધતા પોલીસ સ્ટેશનમાં જગ્યા ખૂટી પડી હતી.
ADVERTISEMENT