આજે વસંત પંચમીએ અમદાવાદમાં 2000થી વધુ લગ્નો, જાણો સરસ્વતી પૂજાના શુભ મહૂર્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: મહા મહિનાની સુદ પાંચમે વિદ્યા અને બુદ્ધિની દેવી સરસ્વતીની ઉપાસના કરાય છે. ઉપાસનાના આ પર્વને વસંત પંચમી કહે છે. વસંત પંચમીને પારંપરિક રૂપથી બાળકોની શિક્ષા માટે ખૂબ શુભ માનવામાં આવે છે. આથી દેશના અનેક ભાગોમાં આ દિવસે બાળકોના અભ્યાસના શ્રીગણેશ કરવામાં આવે છે. જ્ઞાન અને વિદ્યાના દેવી મા સરસ્વતીની જેમના પર કૃપા થાય છે, તેમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અને માન સન્માન મળે છે.

અમદાવાદમાં 2000થી વધુ લગ્ન
આ દિવસને શ્રીપંચમી, જ્ઞાન પંચમી, સરસ્વતી પૂજા, શિક્ષાપત્રી દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ આખો દિવસ શુભ કાર્યો માટે સારો રહે છે, કોઈ મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી. ત્યારે આ વર્ષે આજે અમદાવાદમાં જ 2 હજારથી વધુ લગ્ન યોજાઈ રહ્યા છે. આ માટે અગાઉથી જ ગોર મહારાજનું પણ બુકિંગ થઈ ગયું છે. જ્યારે અનેક જગ્યાએ પાર્ટી પ્લોટનું બુકિંગ પણ ફુલ છે. આ વર્ષે વસંત પંચમીના પર્વએ સગાઈ, લગ્ન, દુકાન-શો રૂમના ઉદ્ધાટન સહિતના શુભકાર્યો મોટા પ્રમાણમાં થશે.

આ પણ વાંચો: લગ્ન પહેલા અક્ષરે મેહાને આપી વૈભવી કાર, વડોદરામાં મેહા પટેલ સાથે લેશે ફેરા, થઈ મહેંદી સેરેમની

ADVERTISEMENT

વસંત પંચમીએ બની રહ્યા છે ખાસ યોગ
આ વખતે વસંત પંચમીએ ગજકેસરી યોગ બને છે. ઉપરાંત શિવ યોગ, સિદ્ધ યોગ, રવિ યોગ અને સર્વાર્થસિદ્ધિ યોગ પણ રચાશે. આજે સૂર્યાસ્ત સુધી ગજકેસરી યોગ રહેશે. શિવ યોગ બપોરે 3.28 વાગ્યે સમાપ્ત થશે. જ્યારે સિદ્ધ યોગ 27મી જાન્યુઆરીએ બપોરે 3.28 વાગ્યા સુધી રહેશે. જ્યારે રવિ યોગ આજે સાંજે 6.57 વાગ્યા સુધી અને સર્વાર્થસિદ્ધિ યોગ 27 જાન્યુઆરીએ સવારે 7.12 વાગ્યા સુધી રહેશે.

વસંત પંચમીએ ન કરશો આ પાંચ ભૂલો

ADVERTISEMENT

  • ઘર-પરિવારમાં કોઈની સાથે ઝઘડો ન કરો.
  • પાક ન લણશો. ઝાડ-છોડ તોડવા-કાપવાનું ટાળવું જોઈએ.
  • લસણ-ડુંગળી જેવી તામસિક વસ્તુઓનું સેવન ન કરો. માસાહારી ભોજન ન કરો. દારૂનું સેવન પણ ન કરવું.
  • વડીલોનો અનાદર ન કરશો. તેમની કહેલી વાતને ટાળશો નહીં.
  • ધૂમ્રમાન ન કરવું જોઈએ.

સરસ્વતી પૂજાનું મુહૂર્ત 2023

ADVERTISEMENT

બપોરે 12:12 થી 12:55 સુધી અભિજિત મુહૂર્ત
બપોરે 02:21 થી 03:04 સુધી વિજય મુહૂર્ત
બપોરે 02:22 થી 03:54 સુધી અમૃત કાલ
સાંજે 05:52 થી 06:19 સુધી ગોધૂલી મુહૂર્ત

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT