મતદાનના પહેલા ફેઝ માટે કુલ 1600થી વધુ ફોર્મ ભરાયા, 89 બેઠકોના રસાકસી ભર્યા જંગ વિશે જાણો
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓમાં પહેલાં તબક્કામાં ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓમાં પહેલાં તબક્કામાં ઉમેદવારી નોંધવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ તમામ 89 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે સોમવારે છેલ્લો દિવસ હતો. ત્યારે ભાજપ કોંગ્રેસ,આપ સહિત અપક્ષના ઉમેદવારોએ આ બેઠકો માટે ફોર્મ ભરતા કુલ 1655 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં સૌથી વધુ રાજકોટની 8 બેઠક માટે 170 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.
આ તરફ જો સૌથી ઓછા ફોર્મની વાત કરવામાં આવે તો ડાંગની એક બેઠક માટે 3 ફોર્મ ભરાયા છે. તેમજ સુરતમાં લિંબાયત બેઠક પરથી 38 અપક્ષ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. જે સાથે જ ત્યાં કુલ 54 ઉમેદવારી નોંધાય છે. પ્રથમ તબક્કા માટે સુરતમાંથી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સૌરાષ્ટમાં પણ મોટાગજાના નેતાઓનું ભાવિ 1 ડિસેમ્બરના મતદાન સાથે નક્કી થશે અને તેનું પરિણામ 8 ડિસેમ્બરના જોવા મળશે.
પ્રથમ ચરણની તમામ બેઠકો પર 17મી સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે અને ઉમેદવારોનું ચિત્ર ગુરુવારે માલુમ પડશે. આ દરમિયાન કેટલાં ઉમેદવારોના ફોર્મમાં ભૂલ છે અને કેટલાં ફોર્મ રિજેક્ટ થાય છે કે પાછા ખેંચવામાં આવે છે તેના પર આધારિત રહેશે. જે પછી અંતિમ ઉમેદવારોના નામ નક્કી થશે. જેના આધારે 1 ડિસેમ્બરના મતદાન યોજાશે
ADVERTISEMENT
જિલ્લો | બેઠક | ઉમેદવારી ફોર્મ |
કચ્છ | 6 | 92 |
સુરેન્દ્રનગર | 5 | 93 |
મોરબી | 3 | 80 |
રાજકોટ | 8 | 170 |
જામનગર | 5 | 134 |
દેવભૂમિ દ્વારકા | 2 | 48 |
પોરબંદર | 2 | 43 |
જૂનાગઢ | 5 | 78 |
ગીરસોમનાથ | 4 | 64 |
અમરેલી | 5 | 119 |
ભાવનગર | 7 | 108 |
બોટાદ | 2 | 56 |
નર્મદા | 2 | 15 |
ભરૂચ | 5 | 75 |
સુરત | 16 | 362 |
તાપી | 2 | 17 |
ડાંગ | 1 | 3 |
નવસારી | 4 | 48 |
વલસાડ | 5 | 50 |
કુલ | 89 | 1655 |
ADVERTISEMENT