નર્મદામાં AAPના હોદ્દેદારો સહિત 10 હજાર કાર્યકરોના રાજીનામાં, પાર્ટી પર લગાવ્યો ગંભીર આક્ષેપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ટિકિટને લઈને તમામ પક્ષોમાં નારાજ કાર્યકરો અને નેતાઓના રીસામણા-મનામણા ચાલી રહ્યા છે. આ વચ્ચે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. AAPના ઉમેદવાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવીને પાર્ટીના આદિજાતિ મોરચાના પ્રદેશ કક્ષાના નેતા સહિત 10 આગેવાનોએ રાજીનામાં ધરી દીધા છે.

ST સેલના જોઈન્ટ સેક્રેટરી સહિત આગેવાનોએ ધર્યું રાજીનામું
AAPના નર્મદા જિલ્લાના આદિજાતિ મોરચના પ્રદેશ કક્ષાના જોઈન્ટ સેક્રેટરી ડો. કિરણ વસાવાએ ગઈકાલે AAPમાંથી રાજીનામું ધરી દીધું. તેમની સાથે 10 જેટલા જિલ્લા કક્ષાના આગેવાનો અને 10 હજારથી વધુ સમર્થકોએ પણ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે પાર્ટી પર ભ્રષ્ટાચાર યુક્ત ઉમેદવારને ટિકિટ આપવા તથા તેમની વાત ન સાંભળવાનો આક્ષેપ લગાવ્યો છે. આજે કિરણ વસાવા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.

પાર્ટી પર ગંભીર આક્ષેપ લગાવ્યો
આ અંગે ડો. કિરણ વસાવાએ કહ્યું કે, AAPને અમે અહીં મૂળ પાયાથી ઊભી કરી છે પણ AAPના પ્રદેશ લેવલથી લઈને તમામ હોદ્દેદારો અમને ગણકારી રહ્યા નથી. અમારી કોઈ સાંભળવામાં આવતા નથી. AAP કહે છે કે અમે ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી છીએ, ભ્રષ્ટાચાર નાબુક કરીશું. પરંતુ બે દિવસ પહેલા જ AAPમાં ચૈતર વસાવા જોડાયા છે અને જેમને ટિકિટ આપી છે અને તેઓ જ ભ્રષ્ટાચાર કરે છે. તો શું આપની સરકાર બને તો પણ ભ્રષ્ટાચાર સામે લડત આપી શકશે? તો ભ્રષ્ટ્રાચાર મુક્ત ગુજરાત કેવી રીતે બનાવશે?

ADVERTISEMENT

ખાસ વાત એ છે કે ચૈતર વસાવાના આમ આદમી પાર્ટી દ્વારા ડેડીયાપાડાથી ટિકિટ આપવામાં આવી છે. એવામાં પાર્ટીના જ કાર્યકરો અને હોદ્દેદારો પાર્ટીના આ નિર્ણયથી નારાજ થયા છે અને રાજીનામાં ધરી દીધા છે. ત્યારે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં આ રાજીનામાથી AAPને કેટલું નુકસાન થશે.

(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT