5 મિનિટમાં લોનના નામે ફ્રોડ: ફોનમાંથી અંગત ડેટા ચોરી બ્લેકમેઈલ કરતી વધુ 404 એપ-વેબસાઈટ બંધ થશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: મોબાઈલ ફોનમાં જુદી જુદી એપ્લિકેશન દ્વારા શોર્ટ ટર્મ લોન આપી ગ્રાહકોને છેતરીને વધારે વ્યાજ વસૂલતી અને પૈસા ન મળતા તેમને હેરાન કરતી વેબસાઈટ પર ફરી એકવાર સકંજો કસવામાં આવ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા વધુ લોન ફ્રોડ આચરતી આવી 404 એપ્લિકેશન અને વેબસાઈટની માહિતી મેળવીને તેમને બંધ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે જ પોલીસે લોકોને આ પ્રકારની ઝડપી સરળ લોન આપતી એપ્લિકેશન કે વેબસાઈટથી સાવધાન રહેવાની પણ અપીલ કરી છે.

લોન લેનારને બ્લેકમેઈલ કરીને વધુ પૈસા પડાવાતા
છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ફોનમાં જુદી જુદી એપ્લિકેશનથી શોર્ટ ટર્મ લોન,ઈન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન, ગેમિંગ એપ્લિકેશનો દ્વારા છેતરપિંડી આચરાતી હોય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળતી આવી એપ્લિકેશન તમારા પર્સનલ ડેટાનો એક્સેસ એપને ડાઉનલોડ કરવા સમયે જ મેળવી લે છે. બાદમાં તમારો ડેટા સર્વરમાં સ્ટોર કરીને બ્લેકમેલ કરીને પૈસા પડાવી, સમાજમાં બદનામ કરવા જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે, જેથી આવી શોર્ટ ટર્મ ઈન્સ્ટન્ટ લોનથી લોકોને સાવધાન રહેવા પોલીસ દ્વારા કહેવાયું છે.

આ પણ વાંચો: BJPના હારેલા નેતાની દાદાગીરી, તાલુકા પંચાયત પ્રમુખના પતિ પાસેથી બળજબરી ગાડી પડાવી દીધી

ADVERTISEMENT

કોઈપણ એપ ઈન્સ્ટોલ કરો ત્યારે કેવી રીતે ચોરાય છે તમારી માહિતી?

  • કેમેરાની પરમીશન આપેલી હોય તો તે તમારો ફોટોગ્રાફ ગમે ત્યારે લઇને તમારી જાણ બહાર સર્વર પર મોકલી શકે છે.
  • SMSની પરમીશન આપેલ હોય તો તમારા બેંકીંગના મેસેજ રીડ તેમજ રાઈટ કરી શકે છે.
  • લોકેશનની પરમીશન આપેલ હોય તો તમારી દરેક હિલચાલ પર નજર રાખી શકે છે.
  • માઇક્રોફોનની પરમીશન આપેલ હોય તો આપણી એપ બંધ હોય તો પણ તમામ વાતચીત સાંભળી શકે છે.
  • કોન્ટેક્સની પરમીશન આપેલ હોય તો તમારા મોબાઇલમાં રહેલા તમામ કોન્ટેકસને પોતાના સર્વર પર સ્ટોર કરી શકે છે.
  • સ્ટોરેજની પરમીશન આપેલ હોય તો તમારા મોબાઇલમાં રહેલ ફોટા, એપ્સ, ગેલેરીમાં રહેલ તમામ ઇમેજીસ પોતાના સર્વર પર મેળવી લે છે.
  • એડ વોઇસ મેઇલ પરમીશન આપેલ હોય તો કોઇપણ એપ આપના ફોનમાં વોઇસ મેઇલ ઉમેરી શકે છે, અને વોઇસમેઇલના આધારે વોઇસ મેઇલમાં આપેલ નંબર પર કોલ કરતા બેંક એકાઉન્ટમાં રહેલ નાણાં વિડ્રો થઇ શકે છે.
  • ઉપર જણાવ્યા પ્રમાણેની વિવિધ પરમીશનો સિવાયની પણ ઘણીબધી પરમીશનો હોય છે તે પરમીશન આપતા પહેલા આપણે વિચાર કરવો જોઇએ.
  • ઉદાહરણ:- પ્લેસ્ટોર પરથી તમે કેલ્ક્યુલેટર ડાઉનલોડ કરો અને તે ઓપન કરતી વખતે ઉપર જણાવ્યા પ્રમાણેની પરમીશન માંગે અને તમે તે પરમીશન આપો તો તમારો ડેટા ચોરી થવાની શકયતા પુરેપુરી છે. કારણ કે, કેલ્ક્યુલેટરને ઉપર જણાવ્યા પ્રમાણેની એક પણ પરમીશનની જરુર વિના તે વર્ક કરી શકે તેમ હોય છે તેમ છતાં પણ આ પરમીશન માંગે છે.

આ પણ વાંચો: ‘આ તો માત્ર શરૂઆત છે…’, વૈજ્ઞાનિકનો દાવો- કોરોનાની નવી લહેર હજુ દુનિયાભરમાં તબાહી મચાવશે

ADVERTISEMENT

નોંધનીય છે કે, હાલમાં જ અમદાવાદ સાયબર પોલીસ દ્વારા આ રીતે શોર્ટ ટર્મ લોન આપીને ફ્રોડ આચરતી 400 એપ્લિકેશન અને વેબસાઈટ બંધ કરાવવામાં આવી હતી. ત્યારે ફરીથી આ પ્રકારની કાર્યવાહી કરતા વધુ 404 જેટલી એપ્લિકેશનો અને વેબસાઈટની ઓળખ કરી તેમને બંધ કરાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT